ગુજરાત

gujarat

ETV Bharat / state

રિવાબાને કરવું પડ્યું ટ્વીટ ડીલીટ , લોકોએ AAPને આપ્યા વધુ મત - Rivaba had to delete the tweet

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,તે પહેલા અનેક વોર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહ્યા છે. રિવાબા જાડેજા(Rivaba Jadeja)એ એક આગામી ચૂંટણીમાં કોણ જીતશે એ રીતે ટ્વિટર(Twitter) પર શરૂ કરેલા ઓપિનિયન પોલમાં AAPને સૌથી વધુ વોટ મળ્યા હતા. જેને લઈને રિવાબાને ઓપિનિયન પોલ ડિલીટ કરવાની ફરજ પડી હતી.

રિવાબાને કરવું પડ્યું ડીલીટ ટ્વીટ, લોકોએ AAPને આપ્યા વધુ મત
રિવાબાને કરવું પડ્યું ડીલીટ ટ્વીટ, લોકોએ AAPને આપ્યા વધુ મત

By

Published : Nov 17, 2022, 1:56 PM IST

જામનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા અનેક વસ્તુ નવી નવી રાજકારણમાં જોવા મળી રહ્યી રહી છે. આજકાલ ચૂંટણીને લઈને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર કોની સરકાર બનશે એવો ઓપિનયન પોલ ચાલી રહ્યો છે. જેને લઈને જામનગર ઉત્તરથી ભાજપના ઉમેદવાર(BJP candidate) રિવાબા જાડેજા(Rivaba Jadeja)એ એક આગામી ચૂંટણીમાં કોણ જીતશે એ રીતે ટ્વિટર(Twitter) પર શરૂ કરેલા ઓપિનિયન પોલમાં AAPને સૌથી વધુ વોટ મળ્યા હતા. જેને લઈને રિવાબાને ઓપિનિયન પોલ ડિલીટ કરવાની ફરજ પડી હતી.

કિસકી હોગી ગુજરાત વિધાનસભા જામનગર ઉત્તરથી ભાજપના ઉમેદવાર એવા રિવાબા જાડેજાએ "કિસકી હોગી ગુજરાત વિધાનસભા.?" એવા સવાલ સાથે ટ્વિટર પર એક ઓપિનિયન પોલ(Opinion polls) શરૂ કર્યો હતો. આ પોલમાં AAPના સમર્થકોએ સૌથી વધુ 63% મતદાન કર્યું હતું. જ્યારે ભાજપને 25% મત મળ્યા હતા. તો કૉંગ્રેસ(Congress)ને માત્ર 12% મત મળ્યા હતા.

દેશ કી જનતા કિસકે સાથ હેત્યારબાદ રિવાબાએ "દેશ કી જનતા કિસકે સાથ હે..." એવો પણ એક ઓપિનિયન પોલ શરૂ કર્યો હતો. જેમા નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી એમ ત્રણ નામ હતા. જેમાં પણ અરવિંદ કેજરીવાલને 68% મત મળ્યા હતા. તો નરેન્દ્ર મોદીને 22% મત મળ્યા હતા. તો રાહુલ ગાંધીને માત્ર 10% મત મળ્યા હતા.

પ્રતિસાદ મળ્યો ન હતો ભાજપનો સમર્થક વર્ગ અને IT સેલ જ્યારે નિષ્ક્રિય હતો ત્યારે શરૂ કરાયેલા આ ઓપિનિયન પોલમાં AAPના સમર્થકોનો ધસારો વધી ગયો હતો. જેને રિવાબાની ધારણા મુજબનો પ્રતિસાદ મળ્યો ન હતો. તેથી રિવાબાને આ ઓપિનિયન પોલ ડિલીટ કરવાની નોબત આવી હતી.

ABOUT THE AUTHOR

...view details