ગુજરાત

gujarat

ETV Bharat / state

હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે 20,000 ગુણી મગફળીની આવક - પ્રથમ પસંદગીનું કેન્દ્ર

દિવાળીની રજાઓ બાદ હાપા માર્કેટિંગ યાર્ડ લાભ પાંચમના દિવસે ફરી શરૂ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે 20,000 ગુણી મગફળીની આવક થઇ છે.

Hapa Marketing Yard
Hapa Marketing Yard

By

Published : Nov 20, 2020, 5:08 AM IST

  • હાપા માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક
  • સાડા આઠસો જેટલા વાહનોમાં લવાયો માલસામાન
  • એક જ દિવસમાં ૨૦ હજાર ગુણી મગફળીની આવક

જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું પ્રથમ પસંદગીનું કેન્દ્ર બન્યું છે. કારણ કે, હાપા માર્કેટિંગ યાર્ડમા મગફળીના ભાવ સૌથી ઊંચા બોલાઇ રહ્યા છે. જેના કારણે જામનગર સહિત અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાનો માલ સામાન લઈ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે. મહત્વનું છે કે, 6 દિવસની દિવાળી દરમિયાન હાપા માર્કેટ યાર્ડમાં રજા રાખવામાં આવી હતી. જે બાદ ગુરૂવારે લાભ પાંચમના દિવસે હાપા માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે.

દિવાળીની રજાઓ બાદ હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે ફરી શરૂ કરવામાં આવ્યું

તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા આવ્યા

હાપા માર્કેટિંગ યાર્ડમાં તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા માટે આવી રહ્યા હોવાના કારણે અહીં મગફળીના સૌથી ઊંચા ભાવ રહ્યા છે. જેના કારણે અન્ય જિલ્લામાંથી પણ મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી તેમજ અન્ય જણસીઓ લઈ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે. બુધવારના રોજ સાડા 800 જેટલા વાહનો હાપા માર્કેટિંગ યાર્ડમાં માલ સામાન લઈને આવ્યા છે.

હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે 20,000 ગુણી મગફળીની આવક

મગફળીની આવકમાં સતત વધારો

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિવસે દિવસે મગફળીની આવકમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. હજૂ આગામી દિવસોમાં પણ ખેડૂતોને ઊચા ભાવે વેચાઇ તેઓ આશાવાદ પણ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details