ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર - કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર

જામનગર: શહેરમાં લાલ બંગલા સર્કલ ખાતે સોમવારથી મહેસુલ વિભાગના કર્મચારીઓએ ધરણા શરૂ કર્યા છે. પોતાની વિવિધ 17 જેટલી માગણીઓ ન સંતોષાતા મહેસુલ વિભાગના કર્મચારીઓએ ઘરણા સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.

જામનગરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
જામનગરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

By

Published : Dec 9, 2019, 9:06 PM IST

મહેસુલ વિભાગના કર્મચારીઓએ બાઇક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ માગણીઓ રાજ્ય સરકાર તાત્કાલિક સંતોષે તે માટે ધારદાર રજૂઆત પણ કરી છે.

જામનગરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

મહેસુલ વિભાગના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારમાં પોતાની માગણીઓ રજૂ કરી રહ્યા હતા. જોકે, રાજ્ય સરકાર દ્વારા વિભાગના કર્મચારીઓને માત્ર આશ્વાસન જ આપવામાં આવતા આખરે આ કર્મચારીઓ ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, મહેસુલ વિભાગના કર્મચારીઓ હડતાળ કરતા લોકોના રોજિંદા કામ અટવાયા છે.

ABOUT THE AUTHOR

...view details