જામનગના લાલપુરમાં લાખોટા નેચર ક્લબ દ્વારા અજગરનું રેસ્ક્યૂ કરાયું - અજગરનું રેસ્ક્યૂ
જામનગર જિલ્લાના સણોસરા વાડી વિસ્તારમાં અજગર દેખાતા ગ્રામજનોએ અજગરનો જીવ બચાવવા માટે પર્યાવરણ અને જીવદયાનું કાર્ય કરતી જામનગરની લાખોટા નેચર કલબ સંસ્થાને જાણ કરી હતી. જાણકારી મળતાની સાથે સંસ્થાના સભ્યો તુરંત લાલપુર વાળી વિસ્તારમાં પહોંચી ગયા હતા.
![જામનગના લાલપુરમાં લાખોટા નેચર ક્લબ દ્વારા અજગરનું રેસ્ક્યૂ કરાયું અજગરનું રેસ્ક્યૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8803763-705-8803763-1600134467217.jpg)
અજગરનું રેસ્ક્યૂ
જામનગર: જિલ્લાના સણોસરા વાડી વિસ્તારમાં અજગર દેખાતા ગ્રામજનોએ અજગરનો જીવ બચાવવા માટે પર્યાવરણ અને જીવદયાનું કાર્ય કરતી જામનગરની લાખોટા નેચર કલબ સંસ્થાને જાણ કરતા સંસ્થાના સભ્યો તુરંત લાલપુર વાળી વિસ્તારમાં પહોંચી ગયા હતા. લાખોટા નેચર કલબના સદસ્યો અને લાલપુર વનવિભાગના કર્મચારીઓ દ્વારા સંયુક્ત જીવના જોખમે સણોસરા ગામે એક 11 ફૂટ તેમજ બીજા 8 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્કયૂ કર્યું હતું.