જામનગરમાં સીટી સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રમિકોનું રજીસ્ટ્રેશન શરૂ, ટ્રેન મારફતે મોકલાશે વતન - સોશિયલ ડીસ્ટન્સ
હાલ લોકડાઉન 3.0 ચાલી રહ્યું છે. ખાસ કરીને જામનગર શહેરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીઓ કામ ધંધા અર્થે આવેલા છે અને આ લોકો લોકડાઉન થતા અહીં ફસાઈ ગયા છે.
સીટીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રમિકોનું રજીસ્ટ્રેશન શરૂ
જામનગર : સીટી સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ એટલે કે, શુક્રવારે મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો એકઠા થયા હતા અને પોતાના વતનમાં જવા માટે રજૂઆત કરી હતી. જેના પગલે પોલીસ દ્વારા સોશિયલ ડીસ્ટન્સ જળવાય રહે તે તમામ પરપ્રાંતિયોને બેસાડવામાં આવ્યા હતા અને તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.