ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર: રેફ્યુજી તિબેટીયનોએ નોબૅલ વિજેતા દલાઈ લામા માટે પૂજા કરી - જામનગર ન્યુઝ

જામનગર: જિલ્લામાં અપના બજાર પાસે છેલ્લા 20 વર્ષથી વેપાર અર્થે આવતા રેફ્યુજીઓએ મંગળવારે શાંતિ દૂત દલાઈ લામાને મળેલ નોબેલ પારિતોષિકની ઉજવણી કરી અને પ્રાર્થના અર્ચના કરી હતી.

જામનગર
દલાઈ લામા માટે કરી પૂજા અર્ચના

By

Published : Dec 10, 2019, 5:08 PM IST

તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને 10 ડિસેમ્બરના રોજ શાંતિ માટેનું નોબૅલ પારિતોષિક મળ્યું હતું. જેની યાદમાં તિબેટીયન લોકો દર વર્ષે 10મી ડિસેમ્બરના રોજ પોતાના કામધંધા બંધ રાખી અને પૂજા અર્ચના કરે છે.

જામનગરમાં રેફ્યુજી તિબેટીયનોએ નોબૅલ વિજેતા દલાઈ લામા માટે કરી પ્રાર્થના અર્ચના

તિબેટના રેફ્યુજી તિબેટીયન લોકો સાથે જામનગરના જામ સાહેબનો વર્ષો જૂનો સબંધ છે. તિબેટીયન લોકો આજે પણ જામનગરના રાજવી જામ સાહેબને પોતાના ભગવાન માની રહ્યા છે. કારણ કે, છેલ્લા 20 વર્ષથી તિબેટથી અહીં વેપાર અર્થે આવતા તિબેટીયન લોકોને વિનામૂલ્ય જમીનની ફાળવણી કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details