જામનગર : તાજેતરમાં બે જહાજોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. બંને જહાજ ભારત આવી રહ્યા હતા. જોકે એ પહેલા પણ એક ઇઝરાયેલી નાગરિકના જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. એમ.વી. કેપ પ્લુટો અને સાઈ નામના જહાજને મિશન બનાવવામાં આવ્યા છે. સમગ્ર ડ્રોન હુમલા વિશે નિવૃત્ત એર કમાન્ડર સુરેન્દ્રસિંહ ત્યાગીએ માહિતી આપતા જણાવ્યું કે, ઈઝરાયેલ અને ફિલિસ્તાની વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં હમાસના સમર્થકો દ્વારા ભારતીય જહાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
ડ્રોન હુમલો ભારતીય ઇકોનોમિને નુકસાન કરવા માટેનું કાવતરું : સુરેન્દ્રસિંહ ત્યાગી, નિવૃત એર કમાન્ડર
ગુજરાતના દરિયા કિનારે ડ્રોન હુમલાની ઘટના સામે આવી હતી, જેને લઇને રક્ષામંત્રી રાજનાથ સિંહે નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં વેરાવળના દરિયા કિનારાથી 200 નોટિકલ માઈલ એક જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે જહાજમાં આગ ની ઘટના પણ બની હતી.
Published : Dec 28, 2023, 3:21 PM IST
ભારતીય ઇકોનોમિક ને નુકસાન કરવા માટેનું કાવતરું : જે પ્રકારે ભારતીય ઇકોનોમિક ઝડપથી ગ્રોથ કરી રહી છે, જેને લઇ ભારતીય જહાજને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. કેન્દ્રીય ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે જણાવ્યું કે, જેણે પણ ભારતીય જહાજો પર ડ્રોન હુમલો કર્યો છે, તેને પાતાળ માંથી પણ શોધી કાઢવામાં આવશે. જોકે ભારતીય નેવી દ્વારા દરિયામાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને હુમલાખોરો સુધી પહોંચવા માટેના તમામ પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.
આગ બાદ રેસ્ક્યું હાથ ધરવામાં આવ્યું હતું : એવી પણ માહિતી મળી રહી છે કે, ઈરાન દ્વારા એક ચોક્કસ ગ્રુપને આર્થિક સહાય કરવામાં આવી રહી છે. આ ગ્રુપ દરિયામાં ડ્રોન હુમલા કરી અને જે તે દેશની ઇકોનોમી ને નુકસાન પહોંચાડવા માટે નું કામ કરી રહ્યા છે. બંને જહાજોમાં ડ્રોન હુમલા બાદ નુકસાન પણ થયું છે અને આગ પણ લાગી હતી. જોકે ભારતીય નોટિકલ માઇલ માં આ ઘટના બની હોવાના કારણે ઇન્ડિયન નેવી દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને આગને કાબુમાં લેવામાં આવી હતી. તેમજ જહાજમાં સવાર તમામ મુસાફરોને સહી સલામત રીતે અન્ય જહાજમાં સ્થળાંતર પણ કરવામાં આવ્યા હતા.