જામનગર:દર વર્ષે સિંધી સમાજ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવે છે. આ વર્ષે પણ અમદાવાદ અને આગ્રાના કારીગરો દ્વારા ત્રણ વિશાળ પૂતળાઓ બનાવવામાં આવ્યા છે. આજ રોજ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાને લાવવામાં આવ્યા છે. અહીં દિલ્હીમાં રામલીલા મેદાનમાં યોજાતા રાવણ દહનના કાર્યક્રમ જેવો જ માહોલ ઉભો થાય છે.
Dussehra 2023: છેલ્લા 70 વર્ષથી સિંધી સમાજ દ્વારા રાવણ દહન, જુઓ કેવી રીતે તૈયાર થાય છે પૂતળા.. - Dussehra 2023
જામનગરમાં છેલ્લા 70 વર્ષથી સિંધી સમાજ દ્વારા રાવણ દહન કરવામાં આવે છે. જુઓ કેવી રીતે ત્યાર થાય છે પૂતળા..!
Published : Oct 23, 2023, 7:56 PM IST
|Updated : Oct 23, 2023, 11:02 PM IST
70 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ:જામનગરમાં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા ભાગલા બાદ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જામનગરમાં આવી અને વસવાટ કર્યો છે. આ સિંધી સમાજના લોકો છેલ્લા 70 વર્ષથી જામનગરમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરે છે. આ વર્ષે પણ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દશેરાના સાંજે છ વાગ્યે આ પૂતળાનું દહન કરવામાં આવે છે. જોકે તે પહેલા સિંધી સમાજ દ્વારા જામનગરના વિવિધ રાજમાર્ગો પર સરઘસ નીકળવામાં આવે છે.
કેવી રીતે તૈયાર થાય છે પૂતળા:ખાસ કરીને આ પૂતળામાં કોઈ પણ જાતના લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના વિશાળ પૂતળાઓ બનાવવામાં આવ્યા છે. જેમાં રાવણના પૂતળાની ઊંચાઈ 40 ફૂટ છે જ્યારે મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાની ઊંચાઈ 35 ફૂટ આપવામાં આવી છે. પૂતળામાં 36,000 જેટલા હાથ બનાવટના બોમ્બ રાખવામાં આવ્યા છે. સિંધી સમાજના લોકો દ્વારા છેલ્લા 15 દિવસથી આ પૂતળાઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાથે સાથે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સેલ્ફી ઝોન પણ ઊભો કરવામાં આવ્યો છે જ્યાં યુવક યુવતીઓ પૂતળાઓ સાથે પોતાની સેલ્ફી લઈ શકે છે.