જામનગર: શહેરના નવાનગર નેચર કલબ દ્વારા ગરીબ લોકોને સતત મદદ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મંગળવારે જોગસ પાર્ક ખાતે 180 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે આરોગ્ય સેતુ એપ લોકોને ડાઉનલોડ કરી આપવામાં આવી છે.
જામનગર શહેરમાં અત્યાર સુધીમાં નવાનગર નેચર કલબ દ્વારા 180થી વધુ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. નવાનગર નેચર કલબ દ્વારા જે તે વિસ્તારમાં સર્વે કરવામાં આવે છે, ત્યારબાદ ગરીબ લોકોને રાશન કીટ આપવામાં આવે છે.