- શહેરમાં સસ્તા અનાજની દુકાનેથી વિનામૂલ્યે અનાજ વિતરણ
- સસ્તા અનાજની દુકાનો પર મોટી સંખ્યામાં લોકોની ભીડ
- જામનગરમાં કોરોના સંક્રમણ ફેલાય તેવી પુરેપુરી શક્યતા
જામનગર: શહેરમાં મંગળવારથી વિવિધ સસ્તા અનાજની દુકાનો પર અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, સસ્તા અનાજની દુકાનદારો દ્વારા કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. આમ છતાં પણ રાજ્યમાં હાલ મીની લોકડાઉન ચાલુ છે ત્યારે, લોકો ઘરની બહાર નીકળે અને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન, સસ્તા અનાજની દુકાન ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઇ રહી છે. જેના કારણે કોરોના સંક્રમણ ફેલાય તેવી પુરેપુરી શક્યતા જોવા મળી રહી છે.
જામનગરમાં સસ્તા અનાજની દુકાન પર રાશન વિતરણ કરી શકે છે કોરોના બ્લાસ્ટ આ પણ વાંચો:જામનગરમાં કોરોના વચ્ચે પણ નાઘેડી ગામે આરોગ્ય કેન્દ્રમાં અલીગઢી તાળુ
કોરોનાકાળમાં વિનામૂલ્ય અનાજ વિતરણ કરવાની જાહેરાત
જામનગરમાં સસ્તા અનાજની દુકાન પર રાશન વિતરણ કરી શકે છે કોરોના બ્લાસ્ટ દેશમાં હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિ છે ત્યારે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમામ લોકોને રાશન વિના મૂલ્યે મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાન મારફતે રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેની શરૂઆત જામનગરમાં મંગળવારથી થઈ છે. લોકો પાસે કામ ધંધા નથી અને બેરોજગારી વધી રહી છે. ત્યારે, લોકોને ઘર ચલાવવા માટે અને ભોજન મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનેથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જામનગરમાં સસ્તા અનાજની દુકાન પર રાશન વિતરણ કરી શકે છે કોરોના બ્લાસ્ટ આ પણ વાંચો:મ્યુકોમાઈક્રોસિસની સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે 74 બેડની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ