જામનગરના સંવેદનશીલ વિસ્તારની સ્થિતિનો તાગ મેળવવા રેપિડ એક્શન ફોર્સે માર્ચ કર્યો
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સની (RAF) એક પ્લાટુન આવી હતી. જેમાં 50 જેટલા જવાનોએ શહેરના જુદા જુદા વિસ્તારમાં માર્ચ કરીને જે તે વિસ્તારની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સમગ્ર માર્ચ માટે શહેર પોલીસ ડિવિઝન A, B અને Cના ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
રેપિડ એક્શન ફોર્સ
જામનગર: જામનગર શહેરના જે વિસ્તાર અતિસંવેદનશીલ છે તે વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સની (RAF) માર્ચ કરવામાં આવી હતી. હુલ્લડ અથવા કોમી રમખાણ જેવી સ્થિતિને પહોંચીવળવા માટે અવારનવાર રેપીડ એકશન ફોર્સ દ્વારા માર્ચ કાઢવામાં આવતી હોય છે. જેના ભાગ રૂપે જિલ્લા પોલિસ વડાના માર્ગદર્શન હેઠળ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.