ચૂંટણીના લોકસંપર્કના કાર્યો શરૂ કરતા પહેલા રમેશ ધડુક તેમના ટેકેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સીદસર ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરે અને ગધેથડ ગાયત્રી માતાજીના મંદિરે અને લાલદાસ બાપુના આશીર્વાદ મેળવવા ગયા હતા.
રમેશ ધડુક માં ઉમિયાના દર્શને, પોરબંદરથી વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો - ઉમેદવાર
જામનગર: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે, ત્યારે બન્ને રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષો એક પછી એક ઉમેદવારોના નામની યાદી બહાર પાડી રહી છે. એવામાં પોરબંદર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા રમેશ ધડુકની પસંદગી કરવામાં આવી છે.
રમેશ ધડુક ઉમિયા માતાજીના દર્શને
તે વખતે જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચીમન સાપરિયા, પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા અને માજી સાંસદ હરીભાઈ પટેલ તેમજ જયરાજસિંહ જાડેજા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ રમેશભાઈ ખૂબ જ જંગી બહુમતીથી વિજય થશે, તેઓ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.