જામનગર શહેર ભાજપ દ્વારા આજે જમ્મુ કશ્મીર માંથી સરકારે 370 અને 35એ કલમ દૂર કરી અને ભારત એક રાષ્ટ્ર બન્યું તે અંગે લોકોમાં જન જાગૃતિ આવે તેવા શુભ હેતુસર "રાષ્ટ્રીય એક્તા કુચ" નામે શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ રેલી યોજવામાં આવી હતી.
જમ્મુ કશ્મીરમાંથી કલમ370 નાબૂદ કરાતાં જામનગરમાં રેલીનુ આયોજન - જામનગરમાં વિશાળ રેલીનુ આયોજન
જામનગરઃ ભાજપ દ્વારા જમ્મુ કશ્મીરમાંથી 370 અને 35A નાબૂદ કરાતાં જામનગરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
jamnagr
ભાજપ શહેર કાર્યાલયથી રાષ્ટ્રીય એકતા કુચને રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભાજપ શહેર પ્રમુખ હસમુખ હિંડોચાના હસ્તે ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી. આ રેલીમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, મેયર હસમુખ જેઠવા તેમજ ભાજપના આગેવાનો, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા.