ગુજરાત

gujarat

ETV Bharat / state

Raksha Bandhan 2023: હોસ્પિટલમાં ફરજ બજાવતી સિસ્ટરો બની દર્દીઓની બહેન, રક્ષાબંધનની ઉજવણી - Raksha Bandhan 2023 Rakshabandhan celebration

જામનગરમાં જી.જી હોસ્પિટલમાં આજ રોજ નર્સિંગ સ્ટાફ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. નર્સિંગ સ્ટાફની બહેનો દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રાખડી બાંધી અને રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી છે.

raksha-bandhan-2023-rakshabandhan-celebration-by-nursing-staff-at-gg-hospital-in-jamnagar
raksha-bandhan-2023-rakshabandhan-celebration-by-nursing-staff-at-gg-hospital-in-jamnagar

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 6:35 PM IST

રક્ષાબંધનની ઉજવણી

જામનગર: જિલ્લા પોલીસ કર્મીઓને જી.જી હોસ્પિટલના સ્ટાફ નર્સ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. આજ રોજ જીજી હોસ્પિટલમાં સર્જીકલ વોર્ડમાં દાખલ દર્દીઓને રાખડી બાંધી અને મો મીઠું કરાવી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. સર્જીકલ વિભાગમાં ઘણા સમયથી દર્દીઓ દાખલ છે અને આ દર્દીઓ પોતાના ઘરે અથવા પોતાની બહેન પાસે રાખડી બંધાવવા જઈ શકે તેવી હાલતમાં નથી ત્યારે જામનગરની જીદી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સિંગ બહેનોએ આજરોજ રક્ષાબંધનની અહીં દર્દીઓ સાથે ઉજવણી કરી છે.

દર્દીઓને રાખડી બાંધી ઉજવણી: જામનગર પંથકમાં તમામ જગ્યાએ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા જેલ ખાતે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. તમામ કચેરીઓમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી હોસ્પિટલમાં સમગ્ર હાલાર પંથકના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. આ દર્દીઓ અહીં દાખલ છે અને દાખલ દર્દીઓને રક્ષાબંધન નિમિત્તે ત્રીજી હોસ્પિટલ સ્ટાફના નર્સ દ્વારા રાખડી બાંધી અને ભવ્ય રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. આમ ભાઈ બહેનના પવિત્ર તહેવાર નિમિત્તે ત્રીજી હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે દર્દીઓની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.

રક્ષાબંધનની ઉજવણી:જોકે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં મોટાભાગના નર્સિંગ સ્ટાફ જામનગર ઉપરાંત અન્ય જિલ્લામાંથી આવેલા હોય છે. આ નર્સના બહેનો પોતાના વતનમાં જઈ શકે તેમ નથી કારણ કે તેઓ તહેવાર પર જેજી હોસ્પિટલમાં પોતાની ડ્યુટી નિભાવે છે. પોતાના ભાઈને રાખડી પોસ્ટ દ્વારા મોકલી અને દર્દીઓને પોતાના ભાઈ બનાવી રક્ષાબંધનની ઉજવણી કરી છે.

  1. Sawan Purnima 2023 : એસજીબીપીના 180 ઋષિકુમારોએ વેદોક્ત વિધિ સાથે નૂતન ઉપવિત ધારણ કરી
  2. Raksha Bandhan 2023: શ્રાવણી પૂનમના દિવસે બ્રાહ્મણોએ ધારણ કરી નૂતન યજ્ઞોપવિત, જાણો શું છે યજ્ઞોપવિત ધારણ કરવાનો ઇતિહાસ
  3. Rakshabandhan 2023: પૃથ્વીએ ભાઈ ચંદ્રને રાખડી બાંધી, જુઓ રેતી કલાકાર સુદર્શન પટનાયકનું અદભૂત રેતી શિલ્પ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details