જામનગરઃ જિલ્લાની વાત કરવામાં આવે તો તમામ છ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જામજોધપુરના સોંગઠી ગામે ભારે વરસાદ પડતાં ગામ બેટમાં ફેરવાયું છે અને સમગ્ર ગામમાં પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. જેના કારણે ગામ સંપર્ક વિહોણું બનતા તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીઃ જામનગર જિલ્લામાં હજુ બે દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ - Rain Update Of Jamnagar District
રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જામનગરમાં પણ છેલ્લા પાંચ દિવસથી છુટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ હતા. જો કે, ગુરૂવારે જામનગર જિલ્લાના જોડિયામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકામાં પણ અનેક તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહીઃ જામનગર જિલ્લામાં હજુ બે દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ
અન્ય તાલુકાઓની સાથે જામનગર શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં જોડિયામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો છે. કાલાવડ અને લાલપુરમાં પણ સિઝનનો 100 ટકા વરસાદ પડ્યો છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ મગફળીનો પાક તૈયાર થવાની તૈયારીમાં છે. ત્યારે હાલ પડી રહેલો વરસાદ ખેડૂતો માટે કાચું સોનું સાબિત થઇ રહ્યો છે. જો કે સતત વરસાદથી લોકો હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે.