ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતાં રેલવે પ્રોજેક્ટ પ્રગતિમાં - Railway project

રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રેલવે પ્રધાન પિયૂષ ગોયલે 19, 2021ના રોજ કુલ 41 પ્રૉજેક્ટ વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તે વિશેની માહિતી આપી હતી.

ગુજરાતમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતાં રેલવે પ્રોજેક્ટ પ્રગતિમાં
ગુજરાતમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતાં રેલવે પ્રોજેક્ટ પ્રગતિમાં

By

Published : Mar 19, 2021, 7:40 PM IST

Updated : Mar 19, 2021, 9:34 PM IST

  • ગુજરાતમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતાં કરોડના 41 રેલવે પ્રોજેક્ટ પ્રગતિમાં
  • 16 રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સનો બજેટમાં સમાવેશ કરાયો
  • રેલવે પ્રધાન પિયૂષ ગોયલે નિવેદન

જામનગરઃ 19 માર્ચ ગુજરાતમાંથી પસાર થતાં કુલ 4,350 કિલોમીટરની લંબાઈના રૂપિયા 36,437 કરોડના 4 નવી લાઇન, 25 ગેજ પરિવર્તન અને 12 ડબલિંગ સહિતના કુલ 41 પ્રૉજેક્ટનું વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટમાંથી માર્ચ 2020 સુધીમાં કુલ 890 કિલોમીટરની લંબાઈ ધરાવતા પ્રૉજેક્ટને રૂપિયા 10,290 કરોડના ખર્ચ કરી દેવામાં આવ્યા છે. રેલવે પ્રધાન પિયૂષ ગોયલે આ માહિતી માર્ચ 19, 2021ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી.

ગુજરાતમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતાં રેલવે પ્રોજેક્ટ પ્રગતિમાં

રેલવે પ્રધાન પિયૂષ ગોયલેનું નિવેદન

રેલવે પ્રધાન પિયૂષ ગોયલે નિવેદન અનુસાર, ગુજરાત રાજ્યમાંથી પસાર થતા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને સેફ્ટી વર્ક માટે 2014થી 2019 સુધીમાં વાર્ષિક રીતે સરેરાશ રૂપિયા 3,327 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે 2009-14 સુધી રૂપિયા 589 કરોડ હતી. આમ, 2009-14 દરમિયાન કરવામાં આવેલી સરેરાશ વાર્ષિક બજેટ ફાળવણીમાં 465 ટકાનો વધારો થયો છે. આ પ્રોજેક્ટ માટે નાણાંકીય વર્ષ 2019-20માં રૂપિયા 4,803 કરોડની બજેટ ફાળવણી કરવામાં આવી છે. જે 2009-14 દરમિયાનની વાર્ષિક સરેરાશ ફાળવણી કરતાં 716 ટકાનો વધારો દર્શાવે છે. આ પ્રોજેક્ટ માટેની નાણાંકીય વર્ષ 2021-22ની બજેટ ફાળવણી રૂપિયા 4,484 કરોડ છે. જે 2009-14 દરમિયાનની વાર્ષિક સરેરાશ ફાળવણી કરતાં 661 ટકા વધારે છે. નથવાણી ગુજરાત છેલ્લાં ત્રણ વર્ષમાં મંજૂર કરવામાં આવેલા રેલવે પ્રોજેક્ટ, તેના અંદાજિત ખર્ચ, અમલીકરણની સ્થિતિ અને પૂર્ણ કરવાના સમયપત્રક અંગે જાણવા માંગતા હતા.

16 રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સનો બજેટમાં સમાવેશ

રેલવે પ્રધાન પિયૂષ ગોયલે એમ પણ જણાવ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતી 4 ડબલ લાઇન અને 16 રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જે જરૂરી મંજૂરીઓને આધિન છે. સન્ 2014-19 દરમિયાન, પસાર થતી રેલવે લાઇનના 504 કિલોમીટર લંબાઇ ધરાવતા પ્રોજેક્ટને કાર્યરત કરવામાં આવ્યો છે. વર્ષ 2019-20માં 132 કિલોમીટર લંબાઈનો પ્રોજેક્ટ કાર્યરત થયો, એમ રેલવે પ્રધાન પિયૂષ ગોયલે નિવેદનમાં જણાવ્યું હતુ.

Last Updated : Mar 19, 2021, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details