જામનગર:જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સામૂહિક રેગીંગની ઘટના (Raging In Jamnagar College) બની હતી, જેની જાણ પ્રિન્સીપાલને થતા આ મામલે વધુ તપાસ (committee started investigation) હાથ ધરવામાં આવી હતી, અને 28 વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ કરાતું હોવાની લેખિત ફરિયાદ કરવામાં (Written complaint by students) આવી હતી.
લેખિત ફરિયાદ મળતા તપાસનો ધમધમાટ
ચકચારી રેગીંગની ઘટનાની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી સરકારી ફિઝીયોથેરાપી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 25 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થી સાથે રેગીંગ કરાયાની (ragging at the Boys Hostel) કોલેજના પ્રિન્સીપાલને વિદ્યાર્થી દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો.
જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી
મળતી માહિતી મુજબ, સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થી સાથે બીજા વર્ષમાં અભ્યાસ કરતા 25થી વધુ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રેગીંગ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, અને રેગીંગની અગાઉ પણ જામનગરની કોલેજોમાં ઘટનાઓ બની ગઈ છે, અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી બની ગયા છે.
રેગિંગમાં સડોવવાયેલા વિદ્યાર્થીઓ સામે લેવાશે પગલાં