જામનગર એમ.પી શાહ મેડિકલ કોલેજનો રેગિંગ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગઈકાલે એમ.પી.શાહ મેડીકલ કોલેજ ડીન નંદીની દેસાઇ તેમજ આ રેગિંગ કરનાર વિદ્યાર્થીઓનાં માતા-પિતાની હાજરીમાં સમાધાનનો પ્રયાસ થયો હતો. પરંતુ સમાધાનના પ્રયત્નો કારગત નીવડ્યા ન હતાં.આ મામલામા આખરે ભોગ બનનાર વિદ્યાર્થીએ પજવણી કરનાર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
જામનગર એમ.પી શાહ કોલેજ રેગિંગ મામલોઃ ભોગ બનનાર વિદ્યાર્થીએ નોંધાવી પોલીસ ફરિયાદ - m.p.shah medical college
જામનગરઃ શહેરની એમ.પી શાહ મેડિકલ કોલેજની રેગિંગ પ્રકરણ પોલીસ સ્ટેશન પહોંચ્યું છે. રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીએ આજે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પરેશાન કરનાર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જામનગર એમ.પી શાહ કોલેજ રેગિંગ મામલોઃ ભોગ બનનાર વિદ્યાર્થીએ નોંધાવી પોલીસ ફરિયાદ
બુધવારની બપોરે રેગિંગથી પીડિત યુવાને પોતાના પિતાની સાથે જામનગર સીટી બી ડિવિઝન ખાતે પહોંચી પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. સામેવાળા વિદ્યાર્થીઓ સમાધાન કરવા માંગતા હોવા છતાં પણ ભોગ બનનાર વિદ્યાર્થી પોતાના વલણ પર મક્કમ રહ્યો હતો. રેગિંગથી ડઘાયેલા પાર્થે આ મામલે મીડિયા સાથે વાત કરવાનો પણ ઇનકાર કર્યો હતો. પોલીસે નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે.