આર્યનના પરિજનો અને શિક્ષકો પણ પરિણામથી ખુશ છે. જો કે, શિક્ષકોના જણાવ્યા અનુસાર, આર્યન પ્રથમથી જ ટોપ આવતો આવ્યો છે એટલે બોર્ડમાં ટોપ આવશે તેવી આશા હતી. સામાન્ય મધ્યમવર્ગ પરિવારમાંથી આવતો આર્યન પોતાનો ગોલ નક્કી કરી લીધો હતો અને ફોકસ કરી અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને એટલે આજે એને સફળતા મળી છે.
CBSC ધોરણ-10 માં ભારતભરમાં 7મો રેન્ક મેળવતો જામનગરનો આર્યન ઝા - Mansukh Solanki
જામનગર: આજે એટલે કે સોમવારના રોજ CBSC બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જામનગરના આર્યન ઝા નામના વિદ્યાર્થીએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવી અન્ય યુવા માટે વગાડી પથદર્શક બન્યો છે. દેશમાં 13 વિદ્યાર્થીઓએ ટોપનું સ્થાન મેળવ્યું છે. જેમાં જામનગરના આર્યનનો સાતમો ક્રમ છે.
![CBSC ધોરણ-10 માં ભારતભરમાં 7મો રેન્ક મેળવતો જામનગરનો આર્યન ઝા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3208854-thumbnail-3x2-jam.jpg)
વીડિયો
CBSC ધોરણ 10 માં ટોપનું સ્થાન મેળવી જામનગરનું નામ રોશન કરતો આર્યન ઝા
કુલ 6 વિષયમાંથી અગ્રેજી, ગણિત, સંસ્કૃત, સોશિયલ સાયન્સ અને ૧૦૦ માંથી ૧૦૦ માર્ક જયારે એક માત્ર વિજ્ઞાનમાં ૯૯ માર્ક્સ મળ્યા છે. કુલ ૫૦૦ માંથી ૪૯૯ માર્ક સાથે આર્યન દેશમાં સાતમાં નંબરે પાસ થયો છે. ડોકટર બનવાની ઈચ્છા ધરાવતા આર્યને કલાકો સુધી અભ્યાસ કરી ચોક્કસ ગોલથી સિદ્ધિ મેળવી છે.