કલેક્ટર રવિશંકરે જણાવ્યું કે, જામનગર જિલ્લાના ગામોમાં કે જ્યાં ખાસ કિસ્સામાં પીવાના પાણીના ટેન્કરની જરૂરિયાત છે, ત્યાં ટેન્કર પુરું પાડવા જણાવ્યું હતું. પાણી ચોરી થવાના કિસ્સાઓમાં કડક હાથે પગલાં લેવા તેમજ પાણી ચોરી અટકાવવાના સઘન પ્રયત્નો કરવા માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને સુચિત કર્યા હતાં.
જામનગરમાં પાણી સમિતિની બેઠક, પાણી ચોરી અંગે થઈ ચર્ચા - finise
જામનગર: જિલ્લાની પાણી સમિતિની અને અછત અંગેની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં કલેક્ટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર, નગરસીમ વિસ્તાર તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
જુઓ વીડિયો
જામનગર જિલ્લામાં અછત અન્વયે ગૌશાળાને રૂ. ૭,૨૩,૩૭૫ સબસીડી ચુકવામાં આવી હતી. અછતગ્રસ્ત ૫૧ તાલુકાઓમાં અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. ૩૩૧૧.૭૩ લાખની સહાય ચુકવવામાં આવી છે. ઉપરાંત ઘાસ ડેપો પરથી પશુપાલકોને ઘાસ મળી રહે તે માટે ૧૯૧૩ ઘાસકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક અને પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.