લોકડાઉન-4: છૂટછાટ બાદ જામનગરમાં જનજીવન ધબકતુ થયું - lockdown 4 effect in jamnagar
55 દિવસના લોકડાઉન બાદ આજથી લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે. જામનગરના અતિ વ્યસ્ત બેડી ગેટ વિસ્તારમાં વેપારીઓથી માંડી ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી રહી છે.
લોકડાઉન 4માં જામનગરમાં જનજીવન ફરી જીવંત બન્યું.
જામનગરઃ શહેરમાં ગઈ કાલે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તે પ્રમાણે જામનગરના રાજમાર્ગો પર વાહન ચાલકો માસ્ક પહેરી નીકળતા જોવા મળ્યા છે. તો, જામનગરમાં ઓટો રીક્ષા પણ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે.