જામનગરઃ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI જે. કે. મોરી અને બે કોન્સ્ટેબલને શંકાસ્પદ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ત્રણ પોલીસ કર્મીઓને કેમ સસ્પેડ કરવામાં આવ્યા છે તેનું કારણ હજૂ અકબંધ છે.
જામજોધપુરના PSI મોરી અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ - પોલીસ સ્ટેશન
જામજોધપુર શહેરમાં જુગારધામ પર 4 દિવસ પહેલાં રેન્જ IG દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ દરોડા બાદ શંકાસ્પદ કારણોસર PSI મોરી અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
4 દિવસ પહેલાં રેન્જ IG દ્વારા જામજોધપુર શહેરમાં જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ જુગારધામમાં શહેરના બે નગર સેવકો પણ ઝડપાયા હતા. આ જુગારધામ અધીકારીઓની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું હોવાની શક્યતાને પગલે સસ્પેન્ડ કરાયા હોય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ PSI મોરી ચર્ચામાં આવ્યા હતા. જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનમાં મહિલા સાથે અભદ્ર શબ્દો બોલતો ઓડિયો વાયરલ થયો હતો. જામજોધપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં પવનચક્કીઓ આવેલી છે. આ પવન ચક્કીઓનાં માલીકો સાથે PSIએ સાંઠગાઠ કરી હોવાનો પણ આક્ષેપ છે.