જામનગરઃ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 4ના શાસક પક્ષના મહિલા કોર્પોરેટરના વિસ્તારમાં છેલ્લા સમયથી કોઈ વિકાસ કામ થઈ રહ્યા નથી. જેથી તંત્રના વિરુદ્ધમાં મહિલા કોર્પોરેટરે સ્ટેન્ડિંગ કમિટી હોલ પાસે ધરણા કર્યા હતા. આ દરમિયાન પોલીસે આવીને તેમને રોકતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે, થોડીવાર બાદ મામલો થાળે પડતાં મહિલા કોર્પોરેટરે પોતાની સમસ્યા મીડિયા સમક્ષ જણાવી હતી.
જામનગરમાં સત્તાધારી પક્ષના મહિલા કોર્પોરેટરે સ્ટેન્ડિંગ કમિટી હોલ પાસે કર્યા ધરણા - women corporator in Jamnaga
જામનગરમાં ધરણા કરતી મહિલા કોર્પોરેટરે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. મળતી માહિતી પ્રમાણે મહિલા કોર્પોરેટર વિકાસ કાર્યો ન થતાં ધરણા કરી રહી હતી. તે દરમિયાન પોલીસે આવીને તેને રોકતાં પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી અને મામલો ગરમાયો હતો.
જામનગર
આગળ રચના નદાણીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 4માં પુરતા સફાઈ કર્મીચારીઓ ન હોવાથી ગંદકીના ગંજ ખડકાયા છે. ભૂગર્ભ ગટર મામલે પણ અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ જવાબ આપતા નથી. આમ, સત્તાધારી પક્ષના કોર્પોરેટ રચના નદાણીયાને તંત્ર પાસેથી પૂરતી સુવિધા ન મળતાં વિસ્તારમાં વિકાસ કાર્યો થતાં ન હોવાના આરોપ કરી રહી છે.