ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના રાજમાર્ગો પર અડીંગો જમાવી બેસેલા ઢોર સ્થાનિકો માટે માથાનો દુખાવો - stray animals in jamnagar city

જામનગર મહાનગરપાલિકા વિસ્તારના તમામ વોર્ડમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. જેના કારણે નાગરિકો, બાળકો તેમજ વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ઘણા અકસ્માતો પણ સર્જાયા છે. જેના લીધે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. છતાં પણ આ રખડતા ઢોરના સમાધાનનો કાયમી ઉકેલ આવતો નથી.

જામનગર બન્યું ખુટીયાનગર, તમામ રાજમાર્ગો પર અડીંગો જમાવી બેસેલા ઢોરના બન્યા માથાનો દુખાવો
જામનગર બન્યું ખુટીયાનગર, તમામ રાજમાર્ગો પર અડીંગો જમાવી બેસેલા ઢોરના બન્યા માથાનો દુખાવો

By

Published : Sep 9, 2020, 7:19 PM IST

જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટેની કામગીરીમાં અનેકગણો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતા કામગીરીની શૂન્ય છે, જામનગર શહેરના મુખ્ય સર્કલો તેમજ શેરીઓમાં અને રોડ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા છે.

જામનગર બન્યું ખુટીયાનગર, તમામ રાજમાર્ગો પર અડીંગો જમાવી બેસેલા ઢોરના બન્યા માથાનો દુખાવો

ત્યારે શહેરના રાહદારીઓને અને વાહનચાલકોને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા અબજો રૂપિયા ખર્ચીને પણ ઢોરના ત્રાસથી નાગરિકોને ઉગારી ન શકતા હોય તો કામગીરી પર પ્રશ્નો ઉભા થાય છે.

જામનગર બન્યું ખુટીયાનગર, તમામ રાજમાર્ગો પર અડીંગો જમાવી બેસેલા ઢોરના બન્યા માથાનો દુખાવો

જ્યારે વિપક્ષ દ્વારા આ પ્રશ્નનોને લઈ ધરણા દેખાવો તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓને નિંદ્રામાંથી જગાડવા હોમ હવનો પણ કરી ચૂક્યા છે. છતા અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી, આખરે પ્રજા પણ આ સળગતા પ્રશ્નોને લઈ લાચાર બની છે.

જામનગરના તમામ રાજમાર્ગો પર અડીંગો જમાવી બેસેલા ઢોરના બન્યા માથાનો દુખાવો

ABOUT THE AUTHOR

...view details