ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં નવા બંદરે એક નંબરનું સિગ્નલ, દરિયાખેડૂને દરિયો ન ખેડવા અપાઈ સૂચના - Rain

જામનગરઃ એક નંબરના સિગ્નલ દ્રારા માછી મારોને દરિયો ન ખેડવાની અપીલ પણ કરવામાં આવી છે, સાથે ગુજરાત સરકારે NDRFની ટીમને પણ બોલાવી વિવિધ જગ્યા પર ગોઠવી દીધી છે. સમગ્ર રાજ્યમાં આગામી થોડાક જ સમયમાં વરસાદ થવાના અણસાર જોવા મળી રહ્યા છે, ત્યારે ગુજરાતના પોરબંદર ખાતે નવા બંદરે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયામાં ડિપ્રેશનના કારણે લગાવાયું છે, એક નંબરનું સિગ્નલ.

જામનગર દરીયો

By

Published : Jun 10, 2019, 8:54 PM IST

Updated : Jun 10, 2019, 10:25 PM IST

કેરળમાં 8 તારીખના રોજ ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે, જ્યારે 9 તારીખે મહારાષ્ટ્રમાં પણ વરસાદ થયો હતો. જ્યારે મહારાષ્ટ્રમાં વરસાદ ચાલુ થતા ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 13 તારીખની આસપાસ વરસાદ થવાના આસાર જોવા મળી રહ્યા છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા નવા બંદરે સિગ્નલ લગાવાયું છે. સાથે સાથે માછીમારોને સાવચેત રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે. આગામી 72 કલાકમાં દરિયામાં વરસાદ સાથે વાવાઝોડાનું સંકટ સેવાઈ રહ્યું છે. જામનગરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલ જામનગરની જેટલી બોટ દરિયામાં છે, તેને પરત બોલાવવામાં આવી રહી છે.

પ્રશ્નસથી પરિકએ આપ્યુ જામનગરમાં નવા બંદરે એક નંબરનું સિગ્નલ

રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 અને 13 જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 100 કિમીની ઝડપે પવનની સાથે વરસાદ પડશે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ છે. જેથી 6 કલાકમાં ભારે સિસ્ટમમાં પરિવર્તિત થઈ રહી છે.હાલ આ સિસ્ટમ વેરાવળથી 930 કિમી દૂર છે.

ત્યારબાદ આ સિસ્ટમ સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. રાજ્યના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જામનગર, પોરબંદર. ઉના, જાફરાબાદ, વેરાવળ સહિતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

12 જૂનથી રાજ્યમાં વરસાદની અસર શરૂ થશે. 13 જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે જણાવ્યું હતું કે અમે સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છીએ.

Last Updated : Jun 10, 2019, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details