ગુજરાત

gujarat

ETV Bharat / state

સાંસદ પૂનમબેન માડમે હાપાના જલારામ સેવા ટ્રસ્ટની લીધી મુલાકાત - સાંસદ પૂનમબેન માડમે હાપાના જલારામ સેવા ટ્રસ્ટની કરી મુલાકાત

હાલની કોરોનાની મહામારીના પ્રકોપ વખતે હાપા તેમજ જામનગરના જુદા જુદા વિસ્તારોના હજ્જારો જરૂરીયાતમંદ લોકોને જામનગર પાસે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા બે ટક ભોજન વિતરણ કરવામાં આવે છે. ત્યારે આજે સંસદસભ્ય પૂનમબેન માડમે તે જગ્યાની મુલાકાત લીધી હતી.

jamnagar
jamnagar

By

Published : Apr 9, 2020, 7:59 PM IST

જામનગર: હાલની કોરોનાની મહામારીના પ્રકોપ વખતે હાપા તેમજ જામનગરના જુદા-જુદા વિસ્તારોના હજ્જારો જરૂરિયાતમંદ લોકોને જામનગર પાસે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા બે ટાઇમ ભોજન વિતરણ કરવામાં આવે છે.

ત્યારે ગુરુવારે સંસદસભ્ય પૂનમબેન માડમે તે જગ્યાની મુલાકાત લીધી હતી અને ટ્રસ્ટીઓ,કાર્યકર્તાઓ, સ્વયંસેવકોને બિરદાવી સૌ સેવાભાવીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર આયોજનબદ્ધ વ્યવસ્થાને બિરદાવીને સેવાકાર્યમાં ભાગ લીધો હતો.

જામનગર પાસેના હાપામાં, શ્રી જલારામ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ ભજન અને ભોજનનો અનેરો સુભગ સમન્વય છે. તેવા સુપ્રસિદ્ધ શ્રી જલારામ મંદિરે ,દિવ્ય વાતાવરણમાં, આરતી દર્શન અને થાળ ધરવાનો લ્હાવો લઇ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ ,પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં વંદન કરી, સૌ ઉપર કૃપા વરસાવતા રહે તેવી પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details