ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં 2 સ્થળો પર કુટણખાનાનો પર્દાફાશ - PROSTITUTE

જામનગર LCB અને સીટી બી ડીવીઝન અને સીટી સી ડિવિઝનના સંયુક્ત સ્ટાફે 2 સ્થળોએથી દેહવ્યાપારનો ધંધા સાથે સંકળાયેલા ઈસમો અને યુવતીઓને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

jamnagar
જામનગર

By

Published : Feb 7, 2020, 5:29 PM IST

જામનગર : શહેરમાં પી.એસ.આઈ કે. કે.ગોહિલ અને સ્ટાફે શહેરના રણજીતનગર પોસ્ટઓફીસ નજીક બ્લોક નં.સી/ 9 રૂમ નં.1929 માં નિવૃત PSIનો પુત્ર અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા પોતાના રહેણાંક મકાનમા રાજય બહારથી મહિલાઓ બોલાવી અને દેહવ્યાપારનો ધંધો ચલાવતો હતો. જેમાં પોલીસે દરોડો પાડી અશોકસિંહ ઝાલા અને મનોજ ધરમવીર ખન્નાને ઝડપી પાડ્યા હતા. અશોકસિંહ ઝાલા પોતાના મકાનમાં બહારના રાજ્યોમાંથી યુવતીઓ બોલાવી અને ગ્રાહકો પાસેથી 1000 થી 1500 રૂપિયા વસુલ કરી વ્યવસ્થા કરી આપતો હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં 2 જગ્યાએથી પોલીસે કુટણખાનું ઝડપી પાડ્યું

તેમાં પોલીસે સ્થળ પરથી રોકડ 6,800, બે મોબાઇલ ફોન મળી કુલ 17,800/- મુદામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડી દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે. તેમજ બીજા દરોડામાં પંચવટી નજીક આવેલ હોટેલ ગોલ્ડન ક્રાઉનના રૂમ નંબર 203 માંથી દેહવ્યાપારના ધંધા પર સીટી બી ડીવીઝન પી.આઈ.રાઠોડ સહિતની ટીમે દરોડો પાડ્યો છે. જ્યાં દિનેશ લક્ષ્મણ સાકટ અને રાકેશ મગનલાલ ગાગાળા બહારના રાજ્યની યુવતીને બોલાવીને 3000 થી 4000 વસુલ કરી દેહવ્યાપારનો ધંધો ચલાવતા હોવાની માહિતી પરથી પોલીસે એક યુવતી સહિત એક ઇસમને ઝડપી પાડ્યો છે.

ABOUT THE AUTHOR

...view details