ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાર્મ હાઉસમાં જામેલી મદીરાની મહેફિલમાં પોલીસે પાડ્યા દરોડા, પાંચ નબીરાને ઝડપ્યા - Police raids Mahakali circle

જામનગરના મહાકાળી સર્કલ પાસે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પોલીસે (Mahakali circle farmhouse Alcoholic feast) દરોડા પાડયા હતા. જેમાં પાંચ શ્રીમંત નબીરાઓ રંગે હાથ ઝડપી લેતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. (farmhouse Alcoholic feast in Jamnagar)

ફાર્મ હાઉસમાં જામેલી મદીરાની મહેફિલમાં પોલીસે પાડ્યા દરોડા, પાંચ નબીરાને ઝડપ્યા
ફાર્મ હાઉસમાં જામેલી મદીરાની મહેફિલમાં પોલીસે પાડ્યા દરોડા, પાંચ નબીરાને ઝડપ્યા

By

Published : Dec 26, 2022, 8:35 PM IST

ઉદ્યોગપતિના ફાર્મ હાઉસમાં જામી મહેફિલ, પાંચ નબીરા દારૂ પીતા ઝડપાયા

જામનગર : શહેરના મહાકાળી સર્કલ પાસે આવેલા ઉદ્યોગપતિના ફાર્મ હાઉસમાં ગઈરાત્રે દારૂની મહેફિલ (Mahakali circle farmhouse Alcoholic feast) ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યા હતા. ઉદ્યોગપતિના પુત્ર સહિત પાંચ શ્રીમંત નબીરાઓની દારૂની મહેફિલની રંગમાં ભંગ પાડી રંગેહાથ ઝડપી લીધા હતા. આ દરોડાની કાર્યવાહીને લઈને જામનગર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.(farmhouse Alcoholic feast in Jamnagar)

રાત્રે મિત્રો સાથે મહેફિલજામનગરના સ્વર્ગસ્થ અગ્રણી ઉદ્યોગપતિ વિનોદ વસંત ઉર્ફે કિલુભાઈ કે જેના પુત્ર મિતલના મહાકાળી સર્કલ પાસે આવેલા મિતલ ફાર્મ હાઉસમાં ગઈ રાત્રે દારૂની મહેફિલ ચાલી રહી છે. જામનગરના કેટલાક શ્રીમંત નબીરાઓ એકત્ર થઈને દારૂનો નશો કરી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટુકડીએ રાત્રિના નવેક વાગ્યાના સમયે દરોડા પાડયા હતા. જે દરોડા દરમિયાન મિત્તલ વસંત તેમના અન્ય ચાર મિત્ર સાથે ફાર્મ હાઉસમાંદારૂની મહેફિલ માણી રહેલા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે બનાવના સ્થળેથી દારૂની મહેફિલમાં ઉપયોગમાં લેવાયેલી ઇંગ્લિશ દારૂની બે નંગ બોટલ સહિત અન્ય સામગ્રી કબજે કરી લીધી હતી. (Jamnagar Crime News)

આ પણ વાંચોગટરમાં દારૂ, બુટલેગરની ટેકનીક જોઈ તમે પણ રહી જશો દંગ

કોણ કોણ છે આરોપીઆ ઉપરાંત મિતલ વિનોદભાઈ વસંત, તેમજ અન્ય શ્રીમંત નબીરાઓ વરુણ બંસલ, વિરાજ વિઠલાણી, મંયક જૈન, અને કરણ અમુલકર રાજ ગ્રોવરની અટકાયત કરી લીધી છે. ચારેય સામે પ્રોહીબિશનની કલમ 65 એ એ, 81, 84, 86, 66(1)બી મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસના આ દરોડાને લઈને જામનગરમાં ભારે ચકચાર મચી ગઈ છે.(Alcoholic feast industrialist farm house in Jamnagar)

આ પણ વાંચોલુણાવાડામાં વિદેશી દારૂ સહિત 53 લાખની રોકડ રકમ જપ્ત...

ભલામણ અનેક લોકોએ કરી પણ થઈ FIRજેઓને છોડાવવા માટે અનેક લોકોએ ભારે ધમપછાડા કર્યા હતા, પરંતુ પોલીસની ટીમ ટસના મસ થઈ ન હતી. તમામ શ્રીમંત નબીરાઓ સામે દારૂની મહેફિલ અંગેનો કેસ કરી લીધો હતો. જેથી પાંચેય શ્રીમંત નબીરાઓએ પોલીસ મથકમાં રાત વિતાવવાનો વારો આવ્યો હતો. સાથોસાથ તેઓના પરિવારજનોએ પણ રાત ઉજાગરા કર્યા હતા. SP પ્રેમ સુખ ડેલુંએ જણાવ્યું કે, ગમે તે ગુનેગાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભલે તે શ્રીમંત ઘરના હોય કે નાના માણસો. કાયદો બધા માટે સરખો જ છે.(Police raids Mahakali circle)

ABOUT THE AUTHOR

...view details