ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના લાલપુરમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ - jamnagar latest news

જામનગર: જિલ્લાના લાલપુર નજીકમાં આવેલા ખારેડી ગામે પવનચક્કીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય આધેડનું ત્રણ શખ્સોએ બોથડ પદાર્થ મારી હત્યા કરતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી છે.

jamnagar
જામનગર

By

Published : Jan 20, 2020, 4:53 PM IST

ઉલ્લેખનીય છે કે, ચોરીના ઈરાદે આ ત્રણેય શખ્સોએ રાત્રીના સમયે વિન્ડ ફાર્મ ખાતે પહોંચ્યા હતા અને અહીં તેમણે સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નારણભાઈ કરમુર સાથે બોલાચાલી કર્યા બાદ તેમની હત્યા કરી હતી. આરોપીઓ પવનચક્કીમાં કોપરની ચોરી કરવા આવ્યા હતા. અગાઉ પણ દેવપૂજક શખ્સોએ પવનચક્કીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

જામનગરના લાલપુરમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા કરનાર ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ

લાલપુર પોલીસ અને એલ.સી.બીના સંયુક્ત ઓપરેશનમાં નાદુરીના પાટિયા પાસેથી ત્રણય શખ્સો પસાર થતા હતા. જે દરમિયાન પોલીસે ચોરીના બાઈક સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, આરોપીઓ પાસેથી જામનગરની જી.જી હોસ્પિટલના પટાંગણમાંથી ચોરેલું બાઇક પણ કબજે કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details