જામનગર:જામનગરમાં (PM Modi Jamnagar Visit) 250 મિલિયન ડોલરના ખર્ચે ગોલબલ રિસર્ચ સેન્ટર (Jamnagar global research center) નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. યુનોનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) જામનગરમાં પારંપરિક દવાઓનું વૈશ્વિક કેન્દ્ર (Traditional Drugs Hub) બનાવવા જઈ રહ્યું છે. જામનગરથી નવ કીમિ દૂર ગોરધનપર ગામે 35 એકર જમીનમાં 250 મિલિયન ડોલરના ખર્ચે ગ્લોબલ સેન્ટર ઉભું કરવામાં આવશે.
કોણ કોણ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત: મોરેસિયસના વડાપ્રધાન, બંને આયુશ પ્રધાનો, 19 દેશના રાજદૂત અને દેશના નિષ્ણાતો રહેશે હાજર...
Jamnagar Modi Program: જામનગરમાં PMનો સંભવિત કાર્યક્રમ બોપરા સર્કિટ હાઉસમાં કેટલા વાગે PM આવશે જામનગર? પીએમ 1.30 કલાકે જામનગર એરપોર્ટ (PM jamnagar airport) પર આવી પહોંચશે. એરફોર્સ સ્ટેશનથી સીધા સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન જશે અને ત્યાર બાદ કાર્યક્રમ સ્થળ પર જમીને રવાના થશે.
શહેરના મુખ્ય માર્ગ પર યોજાશે જાહેર રોડ શો: જામનગર શહેરમાં સર્કિટ હાઉસથી સાત રસ્તા અને ત્યાર બાદ ખોડિયાર કોલોનીથી સીધા એરપોર્ટ રોડ પર પસાર થશે રોડ શો (Jamnagar Pm Road show). એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ સુધી કારમાં જ લોકોનું અભિવાદન ઝીલશે પીએમ.
સર્કિટ હાઉસમાં પીએમ બોપરનું ભોજન લેશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે રોકાશે નહિ તેઓ બપોરનું ભોજન લેશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તેઓ બપોરનું ભોજન સાદુ લેશે ગુજરાતી ભોજનને પ્રાયોરિટી આપશે. પીએમ સર્કિટ હાઉસમાં બપોરનું ભોજન કરી કાર્યક્રમમાં જશે.
આ પણ વાંચો:Junagadh lemon price hike: ખરાબ નજરથી બચાવતા લીંબુ મરચા પર મોંઘવારીએ બગાડી નજર
કાર્યક્રમમાં કેટલા લોકોને આમંત્રણ:સભાસ્થળ ખાતે બે વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે એક રૂમમાં જમવાની વ્યવસ્થા છે તો બીજા ડોમમાં બે હજાર લોકો બેસે તેટલી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બે હજાર આમંત્રિતોને સંબોધિત કરી પીએમ સેન્ટરનું ખાતમુહુર્ત કરશે. 5 વાગ્યે પીએમ પરત દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો:પોલીસે કરી શિક્ષકોની અટકાયત, પોતાના પ્રશ્નો માટે સરકાર સામે લડત આપતા શિક્ષકો
જામનગર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું: જામનગરમા 19 તારીખે વડાપ્રધાનની મુલાકાતને લઇને પ્રોટેક્શન ફોર્સ અને આઇબીની ટીમો ખડે પગે જોવા મળી રહ્યા છે. PMના રૂટ પર રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ ચાલુ થઈ ગયુ છે. IG માર્ગદર્શન હેઠળ 7 SP, 18 DYSP, 40 PI સહિત કુલ 1500થી વધુ જવાનો ખડેપગે રહેશે.