જામનગરઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીગુજરાતના ત્રણ દિવસના(PM Modi Jamnagar Visit) પ્રવાસે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આજે જામનરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરનું ભૂમિપૂજન(Global Centre for Traditional Medicine) કર્યું છે. વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો(first center of traditional medicine) શિલાન્યાસ થયો છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
વડાપ્રધાનની જામ સાહેબ સાથે મુલાકાત -વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જામ સાહેબે પાયલોટ બંગલોમાં બેઠક કરી હતી. જામ જાહેબને મળ્યા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું. જામ સાહેબના પરિવારની સદભાવના સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, ખાસ કરીને યુરોપમાં જામનગરમાં મને જામ સાહેબ શત્રુશલ્યસિંહજીને (Jam Saheb Shatrushalyasinhji)મળવાનો અવસર મળ્યો, જેઓ એક વડીલ તરીકે હંમેશા મારા પ્રત્યે ખૂબ જ સ્નેહ ધરાવતા હતા. જૂની યાદો તાજી કરવામાં અમે ઘણો(PM Modi Gujarat Visit)સારો સમય પસાર કર્યો.
આ પણ વાંચોઃPM Modi Jamnagar Visit: PM Modiના સ્વાગત માટે આવેલા કલાકારોમાં અનેરો ઉત્સાહ, જાણો શું કહી રહ્યા છે
WHOના ડાયરેક્ટર નું સંબોધન -આ કાર્યક્રમમાં WHOના ડાયરેક્ટર ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ(WHO Director-General Dr Tedros Adhanom) હાજર રહ્યા હતા. WHO ના વડા જ્યારે આ કાર્યક્રમમાં બોલવા માટે ઉભા થયા ત્યારે તેમણે ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. WHO ના ડાયરેક્ટરે 'કેમ છો. બધા, મજામાં' બોલતા ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા. વડાપ્રધાન મોદી પણ હસતા જોવા મળ્યા હતા. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન સેન્ટરના ભૂમિપૂજનમાં WHOના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસે એ જણાવ્યું હતું કે, મને આ મહત્વપૂર્ણ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું છે, મને વડાપ્રધાને ખૂબ જ સહકાર આપ્યો છે.
પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ થયો - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ભારતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી વિશ્વભરમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના યુગનો પ્રારંભ થયો છે. આ માત્ર ભવનનો શિલાન્યાસ નથી, પરંતુ પ્રાકૃતિક-પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વિશ્વાસ રાખનારા લોકો માટેના આગવા કેન્દ્રની શરૂઆત છે. તે દુનિયાને અલ્ટરનેટ મેડિકલ સોલ્યુશન આપવામાં મદદરૂપ થશે.