ગુજરાત

gujarat

ETV Bharat / state

Pm Modi Gujarat Visit: જામનગર સર્કિટ હાઉસમાં વડાપ્રધાનના આગમન પહેલા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો - જામનગર શહેર પોલીસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે (Pm Modi Gujarat Visit)આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર (Global Centre for Traditional Medicine)નિર્માણ થનાર છે તેનું 19 એપ્રિલના રોજ ભૂમિપૂજન કરશે. વડાપ્રધાનની સુરક્ષાને લઈને જામનગરના વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સર્કિટ હાઉસમાં વડાપ્રધાનના આગમન પહેલા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Pm Modi Gujarat Visit: જામનગર સર્કિટ હાઉસમાં વડાપ્રધાનના આગમન પહેલા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો
Pm Modi Gujarat Visit: જામનગર સર્કિટ હાઉસમાં વડાપ્રધાનના આગમન પહેલા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

By

Published : Apr 18, 2022, 7:07 PM IST

જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 1.30 કલાકે જામનગર એરફોર્સ સ્ટેશન પર આવશે.વડાપ્રધાનએરફોર્સથી (Narendra Modi Jamnagar visit)લાલ બગલા સર્કલ પાસે આવેલ સર્કિટ હાઉસમાં બોપરનું ભોજન લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને જામનગર શહેરમાં સમગ્રસૌરાષ્ટ્રની પોલીસતહેનાત કરવામાં આવી છે ત્યારે સર્કિટ હાઉસમાં પણ ચુસ્ત પોલીસ (Global Centre for Traditional Medicine )બંદોબસ્ત ગોઠવાયો છે. જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં રીસર્ચ સેન્ટર (Pm Modi Gujarat Visit)નિર્માણ થનાર છે. જેના શિલાન્યાસ તેમજ ભૂમિપૂજનનો કાર્યક્રમ આગામી 19 એપ્રિલના રોજ યોજાનાર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, WHO ડાયરેકટર (World Health Organization)જનરલ ડો.ટેડ્રોસ સહિતના ઉપસ્થિત રહેશે.

નરેન્દ્ર મોદી જામનગર મુલાકાત

આ પણ વાંચોઃPM Modi Gujarat visit: વડાપ્રધાનના આગમન પહેલા આતંકી હુમલો થવાની આશંકા, પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું

વડાપ્રધાના આગમનની તૈયારી -આ અંગેની જામનગરના વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ (Jamnagar City Police )કરવામાં આવી રહી છે. મોદીના સભા સ્થળની કલેકટર ડો.સૌરભ પારઘી, એસ.પી.પ્રેમસુખ ડેલુ, મ્યુ.કમિશનર વિજયકુમાર ખરાડી, ડીડીઓ મિહીર પટેલ સહિતના અધિકારીઓએ ગઈકાલે મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ચુક ન રહે તે માટે આજથી દેશની સ્પેસિયલ પ્રોટેકશન ફોર્સ, સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબીની જુદી જુદી ટીમો તૈનાત થઈ ગઈ છે. જ્યારે રેન્જ IG સંદિપસિંઘના માર્ગદર્શન હેઠળ 7 SP, 18 DYSP, 40 PI, 91, PSI અને પોલીસકર્મીઓ સહિત 1500થી વધુ પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફીક બીગ્રેડના જવાનોનો ચુંસ્ત બંદોબસ્ત પીએમના સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃજામનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ Global Centre for Traditional Medicine, PM મોદી આવતીકાલે કરશે ભૂમિપૂજન

કાર્યક્રમની તમામ તૈયારી પૂર્ણ -પરંપરગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાતરી થશે. આ ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનુ મૂલ્યાંકન કરવા માટે સબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા પણ ઉપયોગી પૂરવાર થશે. કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રધાનોની ઉપસ્થિતમાં યોજાનારા આ કાર્યક્રમના સૂચારૂ આયોજન માટેતમામ તૈયારીઓ આયૂષ વિભાગ, ITRA જામનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details