- જામનગરમાં માર્ચ એન્ડિંગ પર PGVCLની સતત બીજા દિવસે રેડ
- શહેરમાંથી 52.27 લાખની વીજ ચોરી ઝડપાઇ
- વિવિધ સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ
જામનગર: PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) જામનગરના દરબાર ગઢ સબડિવિઝન અંતર્ગતના વિસ્તારો પટેલ કોલોની સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારો સાત રસ્તા સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારો તેમજ સેન્ટ્રલ ઝોન સબડિવિઝન ધરાવતા વિસ્તારોમાં PGVCL દ્વારા આ અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 28 પોલીસ કર્મીઓ, 15 UGVCL કર્મચારી, પોલીસ અને 12 એક્સ આર્મીમેન મળી કુલ 48 જેટલા કર્મચારીઓ આવી જ ચેકિંગ કાર્યવાહીમાં જોડાયા હતા અને જામનગરના વિવિધ સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. PGVCL દ્વારા હાથ ધરાયેલી વીજ ચેકિંગ કાર્યવાહીથી ચોરી કરનારાઓમાં ફફડાટ મચી ગયો છે.
વીજ ચોરી કરતા લોકો સામે દંડાત્મક પગલાં લેવાયા
ખંભાળિયા ગેટ વિસ્તારમાં અને નગરસીમમાં રેડ કરવામાં આવી છે. આજે ગુરુવારે 24 લાખની વીજ ચોરી ઝડપાઇ છે. 47 ટિમ દ્વાર શહેરના વિવિધ વિસ્તારોમાં રેડ કરવામાં આવી છે. આજે ગુરુવારે PGVCLની ટીમ દ્વારા 767 જેટલા વીજ કનેક્શનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 120 જેટલા વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ છે. આમ જામનગર શહેરમાં માર્ચ એન્ડિંગમાં ટીમ દ્વારા રેડ કરવામાં આવી રહી છે અને વીજ ચોરી કરતા લોકો સામે દંડાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો :પંચમહાલમાં MGVCLની રેડના પગલે વીજચોરી કરનારાઓમાં ફફડાટ
માર્ચ મહિનામાં જ કેમ રેડ ?