જામનગરમાં ડેવલોપિંગ પ્લાન અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. શહેરના મચ્છરનગર વિસ્તારમાંથી મુખ્ય રોડ નીકળતા અહીં 315 મકાનનો તોડી પાડવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવી છે. સ્થાનિકો માગ કરી રહ્યાં છે કે, રોડ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ જેથી મચ્છર નગરમાં રહેતા ગરીબ લોકો ઘર વિનાના ન થાય.
જામનગરમાં ડી.પી. કપાત મુદ્દે સ્થાનિકોમાં રોષ, ચાર જગ્યાએ આપ્યું આવેદન - સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
જામનગર: જિલ્લાના નવા ગામ ઘેડના મચ્છર નગરના વિસ્તારમાં મુખ્ય માર્ગ પર નીકળતા 315 મકાનો તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. આના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકયા છે. સોમવારે અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાને આવેદનપત્ર આપી ડી.પી કપાત મુદ્દે રજૂઆત કરી હતી.
જામનગર
સોમવારના રોજ મચ્છર નગરના રહીશોએ અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા, મહાનગરપાલિકા કમિશ્નર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ ડેપ્યુટી મેયરને આમ ચાર જગ્યાએ લેખિત અને મૌખિક રજુઆત કરી હતી.