જામનગરઃ જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી માસ્ક ફરજિયાત પહેરીને બહાર નીકળવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયા પછી અને વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાયા પછી આજે સતત ત્રીજા દિવસે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માસ્ક પહેર્યા વિના નીકળેલા વધુ 288 દંડાયા છે. આજે ત્રીજા દિવસે કુલ 275 કેસ કરાયા હતા. તેઓ પાસેથી રૂપિયા 54,600નો દંડ વસૂલાયો છે.
જામનગર: માસ્ક પહેર્યા વિના નીકળનારા સામે JMC દ્વારા કરાઈ દંડાત્મક કાર્યવાહી - latest news of jamnagar
જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી માસ્ક ફરજિયાત પહેરીને બહાર નીકળવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયા પછી અને વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરાયા પછી આજે સતત ત્રીજા દિવસે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માસ્ક પહેર્યા વિના નીકળેલા વધુ 288 દંડાયા છે. આજે ત્રીજા દિવસે કુલ 275 કેસ કરાયા હતા. તેઓ પાસેથી રૂપિયા 54,600નો દંડ વસૂલાયો છે.
માસ્ક પહેર્યા વિના નીકળનારા સામે JMC દ્રારા કરાઈ દંડનિય કાર્યવાહી
ઉપરાંત સોશિયલ ડિસ્ટનસ નહીં જાળવનારા 57 વેપારીઓ પાસેથી પણ રૂપિયા 11,400ના દંડની વસૂલાત કરવામાં આવી છે. આજના દિવસ દરમિયાન કુલ 275 કેસ કરવામાં આવ્યા છે અને તેઓ પાસેથી રૂપિયા 54,600ના દંડની વસૂલાત થઈ છે.