જામનગર : અરબી સમુદ્રમાં ડિપ્રેશનને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે પવન સાથે વાવાઝોડું ખાબકે તેવી આગાહી કરવામા આવી છે. આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જામનગરમાં બાજરા સંશોધન કેન્દ્ર ખાતે હવામાન તેમજ પવનની ગતિ અને તાપમાન માપવામાં આવે છે, ત્યારે જામનગરમાં બાજરા સંશોધન કેન્દ્ર ખાતે હવામાન નિષ્ણાત અંકુર સાવલિયાએ આગામી ત્રણ દિવસમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ ક્યા પ્રકારનું રહેશે તેને લઈને વાત કરી હતી.
આગામી તારીખ 26થી 30 સુધી જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. આજે પણ જામનગરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને બાદમાં ભારે પવન ફૂંકાયો છે. આજે પણ 30થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે -અંકુર સાવલિયા (હવામાન નિષ્ણાંત)
ખેડૂતોને કરાયા સાવધાન : સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જામનગર બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકાના ખેડૂતોને વોટ્સએપના માધ્યમથી મેસેજ મોકલવામાં આવ્યા છે. ખાસ કરીને એક ખેડૂતો સાવધાન રહે તો તેઓનો પાક તેમજ જે જર્સીઓ બહાર પડી છે તે જર્સીઓ બગડે નહીં તે માટે અગાઉથી બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા તમામ ખેડૂતોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. ધીમે ધીમે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પવનની ગતિમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને દરિયા કિનારે મોજા ઊંચા ઉછળે તેવી શક્યતા છે.