'મહા' વાવાઝોડાની અસરથી જામનગર પથકમાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે જામજોધપુરમાં પણ વરસાદ પડતાં જગતના તાતની મોંઘી મગફળી પલળી ગઈ હતી. હજારો ગુણો મગફળી પલળી જતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
જામજોધપુર માર્કેટ યાર્ડમાં મગફળી પાણીમાં તરતી જોવા મળી, જૂઓ વીડિયો - Jamjodhpur market yard
જામનગર: જિલ્લાના જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોની હજારો ગુણીઓ વરસાદમાં પલળી ગઈ હતી. 1લી તારીખથી ટેકાના ભાવે મગફળીનું વેચાણ યાર્ડમાં શરૂ થતું હોવાથી ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળી યાર્ડમાં લઇ આવ્યા હતાંસ, જો કે અહીં મગફળી રાખવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોએ ખુલ્લા અને પોતાના વાહનોમાં મગફળી રાખી હતી.
જામજોધપુર માર્કેટ યાર્ડ, Jamjodhpur market yard, jamnagar news
વર્ષ દરમિયાનવ મહેનત કરી મગફળીની માવજત કર્યા બાદ વરસાદ વિલન બન્યો અને હાથમાં આવેલ કોળિયો જગતના તાત પાસેથી ઝૂંટવી લે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.