ગુજરાત

gujarat

ETV Bharat / state

હાપા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ, ખેડૂતો કેમ દાખવી રહ્યા છે ઉદાસીનતા? - મગફળીનું વેચાણ

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ ખેડૂતો પોતાની મગફળીના પાકનું વેચાણ હાપા માર્કેટ યાર્ડમાં કરતા નથી. જાણો, શા માટે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવામાં દાખવી ઉદાસીનતા દાખવી રહ્યા છે?

હાપા માર્કેટ યાર્ડ
હાપા માર્કેટ યાર્ડ

By

Published : Nov 3, 2020, 9:33 PM IST

  • મગફળી રિજેકટ થાય તો સોના કરતા ઘડામણ મોંઘું?
  • ઉતારો ઓછો તો મગફળી નહીં વેચાઈ?
  • વધુ વરસાદથી આવી રહ્યો છે ઓછો ઉતારો?
  • ખેડૂતો અવઢવમાં ટેકા કરતા ઓપન હરરાજી બેસ્ટ?

જામનગર : હાપા માર્કેટ યાર્ડ ખાતે ત્રણ દિવસના વિરામ બાદ મંગળવારે ફરીથી ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા 2,000 જેટલા ખેડૂતોને SMSથી જાણ કરવામાં આવી હતી, પરંતુ માત્ર 150 જેટલા ખેડૂતો પોતાની ટેકાના ભાવે મગફળી વેચવા માટે હાપા માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા.

હાપા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ

બે હજાર ખેડૂતોને SMSથી કરવામાં આવી હતી જાણ?

જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે તેની સીધી અસર મગફળી સહિતના પાકને જોવા મળી રહી છે, ત્યારે ચાલુ વર્ષે જામનગરમાં મગફળીનું ઉત્પાદન સરેરાશ ઓછું જોવા મળી રહ્યું છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે કરવામાં આવતી મગફળી ખરીદી પ્રક્રિયામાં જામનગર જિલ્લામાંથી 60 હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી છે.

ખુલ્લી બજારમાં સારા ભાવની ખેડૂતોને આશા?

જ્યારે છેલ્લા ત્રણ દિવસોમાં જાહેર રજા અને તહેવારોના કારણે હાપા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી, જે મંગળવારથી ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે.

ખેડૂતો કેમ દાખવી રહ્યા છે ઉદાસીનતા?

150 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવમાં કિસ્મત અજમાવ્યું?

ટેકાના ભાવે મગફળીના પ્રારંભે ખેડૂતોમાં નિરસતા જોવા મળી હતી અને માત્ર 10થી પંદર ખેડૂતો જ વેચવા આવતા હતા. જેમાં હવે થોડો વધારો થતાં મંગળવારે 150 જેટલા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે હાપા માર્કેટ યાર્ડ ખાતે આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા સોમવારે જ 2,000 જેટલા ખેડૂતોને SMSના માધ્યમથી જાણકારી હાપા માર્કેટ યાર્ડ ખાતે મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા.

મગફળી કરવામાં આવી રહી છે રિજેક્ટ

મંગળવારે માત્ર 150 જેટલા ખેડૂતો હાપા માર્કેટ યાર્ડ ખાતે વેચવા માટે પહોંચ્યા હતા અને તેમાં પણ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તેમ ખેડૂતે જણાવ્યું હતું. ખેડૂતો વહેલી સવારથી પોતાના વાહનો કતારોમાં લગાવીને ઊભા રહી ગયા હતા અને હાલ વરસાદની અસરના કારણે પાકની ગુણવત્તા પણ થોડી નબળી હોવાથી મગફળી રિજેક્ટ થવાના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

ખેડૂતોની તમામ મગફળી ખરીદી લેવાની માગ

સારી વ્યવસ્થા કરી ખેડૂતોની તમામ મગફળી ખરીદી લેવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. આ સાથે તંત્ર પણ ખેડૂતોને અપીલ કરી રહ્યું છે કે, ખેડૂતો કોઈપણ જાતના ભય વગર મગફળી વેચવા માટે તંત્ર પાસે આવે છે.

ABOUT THE AUTHOR

...view details