જામનગર: વરસાદની આગાહીના પગલે મગફળીના પાકને નુકસાન પહોંચે નહીં તે હેતુસર બુધવારથી બે દિવસ સુધી હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી છે.
વરસાદની આગાહીના પગલે હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇ - Gujarat News
વરસાદની આગાહીના કારણે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીને નુકસાન ન પહોંચે તે હેતુસર મગફળીની આવક બંધ કરવામાં આવી છે.
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, હાપા માર્કેટ યાર્ડમાં હરાજીમાં મગફળીની છેલ્લા બે દિવસમાં 15 હજાર ગુણી જેટલી મબલખ આવક થઈ છે અને છેલ્લા એક સપ્તાહમાં મગફળીની ભારે આવક જોવા મળી છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખુલ્લા પ્લેટફોર્મ પર પડેલી મગફળીને નુકસાન ન પહોંચે તે માટે તકેદારીના ભાગરૂપે જ્યાં સુધી આ મગફળીનો નિકાલ નહીં થાય ત્યાર સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જેના પગલે હાપા માર્કેટ યાર્ડમાં 2 દિવસ સુધી મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.