ગુજરાત

gujarat

ETV Bharat / state

નેવી મથક વાલસૂરામાં 370 ઇલેક્ટ્રિકલ મિકેનિક કોર્સના તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડ યોજાઇ - આઇએનએસ વાલ્સુરાનાં પોર્ટલ

જામનગર: 13 સપ્ટેમ્બરે નેવી મથક વાલસૂરામાં 370 ઇલેક્ટ્રિકલ મિકેનિક કોર્સના તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડ યોજાઇ હતી. જેમાં એડમિરલે ‘બેસ્ટ ઓલ રાઉન્ડ સેલર’ માટે એડમિરલ રામાનાથ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. 370 તાલીમાર્થીઓએ ઇલેક્ટ્રિક એન્જિનીયરિંગમાં સ્પેશ્યલાઇઝેશન તાલીમ આઇએનએસ વાલ્સુરાનાં પોર્ટલમાંથી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. જેની સમીક્ષા વાઇસ એડમિરલ એ.કે સક્સેનાએ દ્વારા કરવામાં આવી હતી.

NAVI

By

Published : Sep 15, 2019, 6:57 PM IST

ડાયરેક્ટર એન્ટ્રી ઇલેક્ટ્રિક મિકેનિક (પાવર એન્ડ રેડિયો) કોર્સમાં ભારતીય તટરક્ષક દળનાં 20 નાવિકો, શ્રીલંકા નૌકાદળનાં પાંચ ખલાસીઓ અને મોરેશિયસ પોલીસ ફોર્સનાં બે ઇન્સ્પેક્ટર સહિત કુલ 370 તાલીમાર્થીઓએ 13 સપ્ટેમ્બર, 2019નાં રોજ ઇલેક્ટ્રિક એન્જિનીયરિંગમાં સ્પેશ્યલાઇઝેશન તાલીમ સફળતાપૂર્વક આઇએનએસ વાલ્સુરાનાં પોર્ટલમાંથી પૂર્ણ કરી હતી.

18 માર્ચ થી 13 સપ્ટેમ્બર, 2019 સુધી ડીમ (પી/આર) કોર્સ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં તાલીમાર્થીઓને વ્યવહારિક અને પ્રેક્ટિલ તાલીમ પર ભાર મૂકવાની સાથે બેઝિક ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રોનિક્સ, કન્ટ્રોલ સિસ્ટમ, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ અને ટેકનિકલ એડમિનિસ્ટ્રેશન સહિત ટેકનોલોજીના વિસ્તૃત ક્ષેત્રોથી વાકેફ કરવામાં આવ્યાં હતા. ટેકનિકલ તાલીમ ઉપરાંત કોર્સમાં તાલીમાર્થીઓનાં સંપૂર્ણ વિકાસ માટે નિયમિત ફિઝિકલ અને આઉટડોર ટ્રેનિંગ અપાઈ હતી.

ઇન્ટિગ્રેટેડ હેડક્વાર્ટર્સ, સંરક્ષણ મંત્રાલય (નૌકાદળ), નવી દિલ્હીમાં વાઇસ એડમિરલ એ.કે સક્સેનાએ PVSM, VSM, AVSM કન્ટ્રોલ વોરશિપ પ્રોડક્શન એન્ડ એક્વિઝિશન (સીડબલ્યુપીએન્ડએ) પરેડની સમીક્ષા કરી હતી. તેમણે એડમિરલે તાલીમાર્થીઓને તેમની પ્રોફેશનલ તાલીમ પૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યાં હતાં, અને લેટેસ્ટ ટેકનોલોજીના વિકાસને જાળવી રાખવાની અપીલ કરી હતી.

13 સપ્ટેમ્બર, 2019નાં રોજ નેવી મથક વાલસૂરામાં 370 ઇલેક્ટ્રિકલ મિકેનિક કોર્સના તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. જેમાં એડમિરલે ‘બેસ્ટ ઓલ રાઉન્ડ સેલર’ માટે એડમિરલ રામાનાથ ટ્રોફી પાર્થા પ્રતિમ અધિકારી એનવીકે (આર), ‘બેસ્ટ સ્પોર્ટ્સમેન’ માટે કમાન્ડિંગ ઓફિસર આઇએનએસ વાલ્સુરા ટ્રોફી યેન્દે શુભમ કૈલાશ, ડીમ (આર), તેમજ ‘બેસ્ટ કોસ્ટ ગાર્ડ ટ્રેઇની (પાવર)’, ‘બેસ્ટ કોસ્ટ ગાર્ડ ટ્રેઇની (રેડિયો)’ અને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ટ્રેઇની’ અનુક્રમે પૂપાંદી એમ, એનવીકે (પી), રાજેશ કન્ના એમ, એનવીકે (આર) અને મોરેશિયસ પોલીસનાં ફિલિપ લ્યુઇસ વોરેન, પીઓ(આર)ને એનાયત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details