ગુજરાત

gujarat

ETV Bharat / state

હોસ્પિટલનું પાર્કિગ હાઉસફૂલ થતાં ધન્વંતરિ ગ્રાઉડમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઇ - Hospital manegment news

જામનગર જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં બે હજાર જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી રહ્યા છે. હોસ્પિટલ પટાંગણમાં પાર્કિગ હાઉસફૂલ થતા તાત્કાલિક ગુરુ ગોવિદસિંહ હોસ્પિટલ સામે આવેલા આયુર્વેદિક યુનિવર્સિટીના ધન્વંતરિ ગ્રાઉડમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ધન્વંતરિ ગ્રાઉડમાં પાર્કિંગની વ્યવસ્થા
ધન્વંતરિ ગ્રાઉડમાં પાર્કિંગની વ્યવસ્થા

By

Published : Apr 24, 2021, 12:33 PM IST

  • કોવિડ હોસ્પિટલમાં બે હજાર કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા
  • અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવી રહ્યા
  • આયુર્વેદિક યુનિવર્સિટીના ધન્વંતરિ ગ્રાઉડમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઇ

જામનગર :જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં બે હજાર જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં મોટા ભાગના દર્દીઓ અન્ય જિલ્લામાંથી આવ્યા છે. ખાસ કરીને મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરના કોરોનાના દર્દીઓ અહીં સારવાર માટે આવ્યા છે. હોસ્પિટલ પટાંગણમાં પાર્કિગ હાઉસફૂલ થતા તાત્કાલિક ગુરુ ગોવિદસિંહ હોસ્પિટલ સામે આવેલા આયુર્વેદિક યુનિવર્સિટીના ધન્વંતરિ ગ્રાઉડમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ધન્વંતરિ ગ્રાઉડમાં પાર્કિંગની વ્યવસ્થા

આ પણ વાંચો : અમિત શાહ અમદાવાદમાં DRDO દ્વારા નિર્મિત 'ધન્વંતરિ કોવિડ કેર સેન્ટર'નું ઉદ્ધાટન કરશે

હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા દર્દીઓના સગાઓને રહેવા જમવાની વ્યવસ્થા કરાઇ


જી. જી. હોસ્પિટલની આજુબાજુમાં જ્યાં જુઓ ત્યાં વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. જોકે, હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા દર્દીઓના સગાઓને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વાહન પાર્કિંગનો પ્રોબલમ પણ દૂર કરવામાં આવ્યો છે.

ધન્વંતરિ ગ્રાઉડમાં પાર્કિંગની વ્યવસ્થા

આ પણ વાંચો : પોરબંદરમાં 2 ધન્વંતરિ રથને વેક્સિનેશનની કામગીરીમાં મૂકવામાં આવ્યા


આયુર્વેદિક યુનિવર્સિટીના ધન્વંતરી ગ્રાઉન્ડમાં પાર્કિંગની સુવિધા ઉભી કરાઇ


જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. જામનગર ઉપરાંત અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સારવાર અર્થે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવી રહ્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેના ભાગરૂપે આયુર્વેદિક યુનિવર્સિટીના ધન્વંતરી ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થિત સુવિધા ઉભી કરવામાં આવી છે.

ધન્વંતરિ ગ્રાઉડમાં પાર્કિંગની વ્યવસ્થા

ABOUT THE AUTHOR

...view details