જામનગરમાં ચિત્ર નગરી પ્રોજેક્ટ અંતર્ગત રવિવારે 40 જેટલા ચિત્રકારોએ ગોરવપથ પર ચિત્ર દોરી શહેરની શોભા વધારી છે. જામનગરમાં સતત ચોથા રવિવારે શહેરના મુખ્ય માર્ગ ગણાતા ગોરવપથ પર ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. આ ચિત્ર સ્પર્ધામાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ચિત્રકારોએ પોતાની કલાને ચિત્રો મારફતે કંડારી છે. ખાસ કરીને આ ચિત્રોમાં વિંગ કમાન્ડર અભિનંદન, પાણી બચાવો, સ્વચ્છતા અભિયાન જેવી થીમ પર ચિત્રો દોરવામાં આવી રહ્યા છે.
જામનગરમાં ચિત્ર નગરી પ્રોજેક્ટ અંતર્ગત ગૌરવપથ પર કંડારયા ચિત્રો - students
જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચિત્રોના માધ્યમથી પણ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગ્રુતતા આવે તેવા ઉદ્દેશથી શહેરમાં ચિત્રો પણ કરવામાં આવી રહ્યા છે. જામનગરના ગૌરવપથ પર લાલ બંગલાથી લઈ સરકારી આવાસ સુધી ચિત્રકારોએ પોતાની કલાના માધ્યમથી અવનવા ચિત્રો દોરી શહેરની શોભા વધારી છે.
સ્પોટ ફોટો
મહત્વનું છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ ચિત્રકારોની કલર સહિતની સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે. ચિત્રકારો માત્ર પોતાની પીછી લઈ ચિત્ર દોરવા માટે આવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ચાર વીકથી શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ચિત્રકારો પાસે ચિત્રો કંડારવામાં આવી રહ્યા છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ચિત્રકારોમાં કલા રહેલી છે તે કલાને લોકો સુધી પહોંચાડવામાં આવે તેવા ઉદેશથી શહેરના રાજમાર્ગો પર જુદાજુદા ચિત્રો દોરવામાં આવ્યા છે.