- હાઇવે પર અકસ્માત સર્જાતા અફડાતફડી
- એક વ્યકિતને ઈજા પહોંચતા હોસ્પિટલ લઇ જવાયો
- બનાવની જાણના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
જામનગરઃ ખંભાળિયા ધોરીમાર્ગ પર વહેલી સવારના સમયે ઓકિસજન ભરેલુ ટેન્કર એરપોર્ટ નજીક જઈ રહેલા ટ્રક સાથે અથડાયું હતું. આ ટેન્કર ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં એક વ્યકિતને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
RTO પાસે ઓક્સિજન ભરેલી ટેન્કર ટ્રક સાથે અથડાઇ, એકની હાલત ગંભીર આ પણ વાંચોઃવિજાપુરના ડાભલા ગામમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એક યુવકનું ઘટનાસ્થળે મોત
ઓક્સિજનનું અન્ય રાજ્યમાં જામનગરથી કરવામાં આવે છે સપ્લાય
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શહેરથી નજીક આવેલા એરપોર્ટ પાસે ગુરૂવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં ઓકિસજન ભરેલા ટેન્કરના ચાલકે આગળ જતા ટ્રક સાથે અથડાવતા અકસ્માત થયો હતો.
RTO પાસે ઓક્સિજન ભરેલી ટેન્કર ટ્રક સાથે અથડાઇ, એકની હાલત ગંભીર આ પણ વાંચોઃવલસાડના કરાયાગામે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, દંપતીનું મોત
108ની મદદથી ગંભીર વ્યક્તિને જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો
વહેલી સવારે થયેલા અકસ્માતમાં સફીકભાઈ અહમદભાઈ શેખ(ઉ.વ.38) નામના યુવાનને ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી.હોસ્પિટલ(G.G.Hospital)માં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.