- BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જીજી હોસ્પિટલને પ્રાણવાયુની સહાય
- સંસ્થા દ્વારા સાપ્તાહિક બે ટેન્કર ઓક્સિજન જીજી હોસ્પિટલને અપાશે
- ધાર્મિક સંસ્થાઓ લોકોને મદદરૂપ થવા માટે આગળ આવી
જામનગર : કોરોનાની મહામારીમાં સરકાર સાથે જ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પણ લોકોને સહાયરૂપ થવા માટે આગળ આવી છે. દરેક વ્યક્તિથી લઇ સમાજ અને દરેક સંસ્થાઓ આજે એકબીજાના સાથ થકી આ મહામારી સામે લડત આપી રહી છે. જીજી હોસ્પિટલ જામનગરમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના અનેક દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. સંક્રમણના બીજા વેવમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. અનેક દર્દીઓને ઓક્સિજનની તકલીફો સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આવા કપરા સમયમાં જામનગરની BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક સરાહનીય સેવાકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -દુબઈના BAPS મંદિરે મોરબીને 8 ટન લિક્વિડ ઓક્સિજન મોકલ્યો
દુબઈથી 400 ટન ઓક્સિજન મંગાવવામાં આવ્યું
જામનગર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રવિવારથી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દર સાપ્તાહિકે 2(બે) લિક્વિડ ઓક્સિજન(10 ટન)ના ટેન્કર આપવામાં આવશે. જેનો રવિવારના રોજથી પ્રારંભ થયો હતો. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જીજી હોસ્પિટલને પ્રાણવાયુની સહાય કરવામાં આવી હતી. BAPS સંસ્થાના સાધુ-સંતો દ્વારા પૂજા વિધિ કરીને આ સેવાકાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા રવિવારના રોજ જીજી હોસ્પિટલને 10 ટન લિક્વિડ ઓક્સિજનનો જથ્થો આપવામાં આવ્યો હતો.