- નેવીમોડા ગામમાં રક્ત દાન કેમ્પનું આયોજન
- દર વર્ષે નેવી વીક ની ઉજવણી કરવામાં આવે છે
- આરોગ્ય નિદાન કેમ્પનું નેવીના અધિકારીઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
જામનગરઃ શહેરમાં INS વલસુરા દ્વારા દર વર્ષે Navy વિકની ભવ્ય ઉજવણી(celebration of Navy Week ) કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ વિવિધ વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ નેવીમોડા ગામ(Navimoda village) ખાતે રક્તદાન કેમ્પનું(Benefits of blood donation ) આયોજન કરવામાં આવ્યું હતું.અગાઉ યોજાયેલા રકતદાન કેમ્પમાં 500 બોટલ લોહી એકઠું કરવામાં આવ્યું હતું. તો આજે રોજ ગ્રામજનોને પણ રક્તદાન કેમ્પમાં(Planning of blood donation camp ) સમાવેશ કરવામાં આવ્યો હતો જેના કારણે મોટી સંખ્યામાં રકતદાન થાય તેવી શક્યતા છે.
નેવી વીક અંતગર્ત વિવિધ કાર્યક્રમોનું આયોજન
4 ડિસેમ્બર 1971ના રોજ ભારત-પાકિસ્તાનના યુધ્ધ(India-Pakistani war ) દરમિયાન ભારતીય નૌસેનાના જહાજો(Indian Navy ships ) દ્વારા કરાચી બંદર ઉપર કરવામાં આવેલ સફળ મિસાઇલ હુમલાની યાદમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે નેવી વીક ની ઉજવણી કરવામાં આવે છે