જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના ધરણા - jamnagar updates
જામનગર મહાનગરપાલિકાનું રૂ 689.80 કરોડનું બજેટ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને રજૂ કર્યું હતુ. જો કે વિરોધ પક્ષના બે કોર્પોરેટર અને જનરલ બોર્ડમાં બોલવાની તક ન આપતા વિરોધ પક્ષે ભારે હોબાળો કર્યો હતો અને જનરલ બોર્ડમાં જ ધરણા શરૂ કર્યા હતા.
![જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના ધરણા જામનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6126677-thumbnail-3x2-jj.jpg)
જામનગર
જામનગરઃ બુધવારે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં સર્વાનુમતે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં તમામ સભ્યોને બોલવાની તક પણ આપવામાં આવી હતી. જોકે કોંગ્રેસના બે સભ્યોને બોલવાની તક ન મળતા ભારે હોબાળો થયો હતો. વોર્ડ નંબર 11, 15ના બંને કોર્પોરેટરને જનરલ બોર્ડમાં બોલવાની તક ન મળતા વિરોધ પક્ષના તમામ કોર્પોરેટરો ધરણા પર બેસી ગયા હતા.
જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના ધરણા
Last Updated : Feb 19, 2020, 4:53 PM IST