ગુજરાત

gujarat

ETV Bharat / state

એલોપથિ ડૉક્ટર્સની હડતાલ પર જામનગર તબીબી વિદ્યાર્થીઓના મંતવ્ય - Surgery labor

સરકાર દ્વારા આર્યુવેદિક હોમિયોપેથીક અને ફાર્મસી જેવો અભ્યાસક્રમ કરેલા વિદ્યાર્થીનો સર્જરીની મજૂરી આપતા રાજ્યભરમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

એલોપથિ ડૉક્ટર્સની હડતાલ પર જામનગર તબીબી વિદ્યાર્થીઓના મંતવ્ય
એલોપથિ ડૉક્ટર્સની હડતાલ પર જામનગર તબીબી વિદ્યાર્થીઓના મંતવ્ય

By

Published : Dec 12, 2020, 9:37 AM IST

  • એલોપથી ડૉક્ટર્સની હડતાલ પર જામનગર તબીબી વિદ્યાર્થીનુ મંતવ્ય
  • ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ 12 કલાકની હડતાળ પર
  • આયુર્વેદના ડૉક્ટર્સને સર્જરીની મંજૂરી મળતા વિરોધ

જામનગરઃ સરકાર દ્વારા આર્યુવેદિક હોમિયોપેથીક અને ફાર્મસી જેવો અભ્યાસક્રમ કરેલા વિદ્યાર્થીનો સર્જરીની મજૂરી આપવામાં આવતા રાજ્યભરનમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને 12 કલાકની હડતાળનુ એલાન કરવામાં આવ્યું હતુ.

આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો

થોડા સમય પહેલાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપ્યો છે. આયુર્વેદિક યુનિવર્સિટી અને રાષ્ટ્રીય કક્ષાનો દરજજો મળતાં સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે વધુ વેગ મળશે.

એલોપથિ ડૉક્ટર્સની હડતાલ પર જામનગર તબીબી વિદ્યાર્થીઓના મંતવ્ય

સર્જીરી માટે છૂટ

કેન્દ્ર સરકારે કુલ 58 જેટલી સર્જીરી માટે આયુર્વેદ ડૉક્ટર્સને છૂટ આપી છે, ત્યારે આયુર્વેદ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું માનવું છે કે, વર્ષો પહેલા જ્યારે એલોપથિનો જન્મ પણ થયો ન હતો, ત્યારે ભારતના ઋષિમુનિઓ તેમજ આયુર્વેદાચાર્યોએ સર્જરીનું કામ કરતા હતા અને અનેક સફળ સર્જરી પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details