ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર SOG પોલીસે 12 ચોપડી પાસ બોગસ ડોકટરને દર્દીઓની તપાસ કરતો ઝડપી લીધો - ખાન કોટડા

જામનગર જિલ્લામાં થોડા દિવસો પૂર્વ જ માત્ર દસ ધોરણ ભણેલો શખ્સ કે જે જનરલ સ્ટોરમાં ક્લીનિક ચલાવત પકડાયા બાદ વધુ એક બોગસ ડોક્ટર કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામેં ડીગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા પકડી પાડ્યો છે.

જામનગર SOG પોલીસે 12 ચોપડી પાસ બોગસ ડોકટરને દર્દીઓની તપાસ કરતો ઝડપી લીધો
જામનગર SOG પોલીસે 12 ચોપડી પાસ બોગસ ડોકટરને દર્દીઓની તપાસ કરતો ઝડપી લીધો

By

Published : Nov 1, 2020, 5:15 AM IST

  • જામનગર જિલ્લામાં વધુ એક બોગસ ડોકટર ઝડપાયો
  • પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી
  • દર્દીઓના આરોગ્યની ચકાસણી કરતો હતો

જામનગરઃ જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનની સૂચના તેમજ મુજબ જામનગર SOG દ્વારા વધુ એક ઝોલા છાપ ડોક્ટર પર સિકંજો કસાયો છે, સમગ્ર વિગત જોઈએ તો કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે ડો.કલ્પેશ પટેલ નામના દવાખાનામાં જામનગર SOGની ટીમના પોલીસ હેડ કોન્સટેબલ મયુદીનભાઈ સૈયદ તથા રમેશભાઈ ચાવડાને મળેલ બાતમીને આધારે ખાનકોટડા ગામે દરોડો પાડ્યો હતો.

માત્ર ધોરણ બાર ભણી કરતો હતો ડોકટરી

જેમાં કલ્પેશભાઇ જીવરાજભાઇ ઉમરેટીયા જે જામનગરનો રહેવાસી તેમજ મેડીકલ ડોકટરને લગત કોઇ ડીગ્રી ધરાવતા ન હોવા છતા દર્દીઓને તપાસી દવાઓ આપતો હતો અને તેના પાસેથી દવાનો સ્ટોક અને અન્ય મેડિકલી સાધનો સાથે મળી આવ્યા છે. આ શખ્સ વિરૂધ્ધ પોલીસે મેડીકલ પ્રેક્ટીશનર્સ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આ શખ્સ માત્ર બાર ધોરણ ભણેલો હોવાનું અને જામનગરથી અપડાઉન કરતો હોવાનું સામે આવ્યું છે.

બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરનાર SOG ટીમ

આ કાર્યવાહી SOG PI એસ.એસ.નિનામા, PSI આર.વી.વીંછી, વી.કે.ગઢવી તથા ASI મહેશભાઈ સવાણી, વિક્રમસિંહ ઝાલા, જ્ઞાનદેવસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ ઝાલા, દિનેશભાઈ સાગઠીયા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, દોલતસિંહ જાડેજા, રમેશભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ સોયબભાઈ મકવાણા, રવિભાઈ બુજડ, સંજયભાઈ પરમાર, લાલુભા જાડેજા, દયારામભાઈ ત્રીવેદી તથા સહદેવસિંહ ચૌહાણ વિગેરે દ્વારા કરવામાં આવેલી છે.

ABOUT THE AUTHOR

...view details