જામનગરના મોટી માટલી પાસે અકસ્માત 1નું મોત, 2ની હાલત ગંભીર
ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા
જામનગરના મોટી માટલી પાસે અકસ્માત 1નું મોત, 2ની હાલત ગંભીર
ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા
જામનગર: કાલાવડથી જામનગર આવી રહેલા દંપતીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 36 વર્ષીય ભાવેશ રમેશભાઈ પડ્યાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. જ્યારે પત્ની અને બાળકની હાલત ગંભીર છે.
મળતી માહિતી અનુસાર બુધવારે સવારે મોટા ભાડુકીયામાં રહેતા પંડયા પરિવારના ત્રણ સભ્યો બાઈક પર સવાર થઈ જામનગર પોતાના સંબંધીઓને ત્યાં આવી રહ્યા હતા, ત્યારે જામનગરના મોટી માટલી પાસે યુટીલિટી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટા ભાડુકીયાના રહીશ ભાવેશભાઈ રમેશભાઈ પંડ્યાનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે પત્ની મીરાબેન પંડ્યા અને નાનું બાળક હર્ષ પંડ્યાને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.