દેવભૂમિ દ્વારકાના ઓખાના રહીશ 21 વર્ષીય મોહમ્મદભાઈ ઉત્તરાયણના દિવસે પોતાના રોજિંદા કામથી બહાર નીકળ્યો હતો, તે દરમિયાન પતંગનો દોરો નાકમાં વાગતા ગંભીર રીતે ઘવાયો હતો. યુવકના પરિજનો તાત્કાલિક સારવાર માટે જામનગર લાવ્યા હતા. અહીં ડોક્ટર નીરજ ભટ્ટ દ્વારા બે કલાકની મહેનત બાદ યુવકને પ્લાસ્ટિક સર્જિરી કરી યુવકનો જીવ બચાવ્યો હતો.
ઓખાના યુવકને પતંગની દોરી વાગતા નાક કપાયું, 40 ટાકા લઇ ડોક્ટરની સફળ સર્જરી - jamnagar updates
જામનગર: ઓખાના યુવકને પતંગની દોરી વાગતા નાક કપાયું હતું. ગંભીર રીતે ઘવાયેલા યુવકને જામનગરની શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસે઼ડાયો હતો. અહીં ડોક્ટરે 40 જેટલા ટાંકા લઈ યુવકની સફળ સારવાર કરી હતી.
જામનગર
ઉલ્લેખનીય છે કે, બે કલાક ચાલેલા ઓપરેશન બાદ યુવકને પ્લાસ્ટિક સર્જરીથી બચાવાયો છે. યુવકને આંખના ભાગે પણ ઇજા પહોંચી હતી. ત્યાં 10 ટાંકા લેવામાં આવ્યા હતા.